સોશિયલ મીડિયાના ઊંટવૈદોને સાણસામાં લેવાશે: હવે લાયકાત જણાવવી જરૂરી

  • April 11, 2023 09:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપતા પહેલા તે કઈં લાયકાતના કારણે તેઓ કોઈ ઉત્પાદન કે ઉપચારની માહિતી આપી રહ્યા તે જણાવવું જરૂરી




યુ–ટયુબ સહિતના સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે જાણકારી શેર કરનારા શિખાઉ લોકો પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર ટૂંક સમયમાં આરોગ્ય–સુખાકારી પ્રભાવકો માટે માર્ગદર્શિકા જાહેર કરશે. આ હેઠળ સોશિયલ મીડિયા પર આરોગ્ય અને સુખાકારી સંબંધિત ઉત્પાદનો અને પ્રેકિટસ વિશે માહિતી આપનારા પ્રભાવકોએ તેમની પાત્રતા એટલે કે તેમની લાયકાત જાહેર કરવી પડશે અને વીડિયોમાં પણ ફરજિયાત દર્શકો માટે પાત્રતા દર્શાવવી પડશે.





ગ્રાહક મંત્રાલયના સચિવ રોહિત કુમારસિંહે જણાવ્યું હતું કે, પ્રભાવકો લોકોના વિચારોને મોટા પ્રમાણમાં અસર પાડે છે. આ પગલું ગ્રાહક મંત્રાલયના દિશાં–નિર્દેશોની એ તરફ છે કે જે જાહેરોતામં એકટર અને સોશિયલ મીડિયા પ્રભાવકો પર લાગુ પડે છે. તેમણે એ પણ જાહેર કરયું પડશે કે તે કઈં ક્ષમતાના આધારે આ માર્ગદર્શન આપી રહ્યા છે અને તેનાથી તેમને કોઈ નાણાકીય લાભ નથી થતો.
સોશિયલ મીડિયાએ ઉત્પાદનોના પ્રમોશન માર્કેટિંગનું મહત્વનું માધ્યમ બની ગયું છે. જેના કારણે તેમની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. સરકારને તેમની આ કમાણી પ્રત્યે કોઈ અણગનો નથી. પરંતુ સરકાર એવું ઈચ્છે છે કે, માત્ર નિષ્ણાત લોકો જ સ્વાસ્થ્ય અંગે સલાહ આપે, કારણ કે, તે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી બાબત છે કોરોના પછી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે. અને સોશિયલ મીડિયા પર પ્રભાવ પાડનારાઓમાં વધારો થયો છે.





કેન્દ્ર સરકારનું કહેવું છે કે, પ્રભાવ કે એ એવી ચીજવસ્તુઓ કે સેવાઓનો પ્રચાર કયારે પણ ન કરવો જો,એ કે જેનો તેમણે પોતા પર જયારે ઉપયોગ  ન કર્યેા હોય અને તેઓ તે બાબતે સમજ ન રાખતા હોય. માર્કેટસ રેગ્યુલેટર સેબી એવા ફાઈનાન્સિયલ પ્રભાવકો પર નજર રાખી રહી છે. કે જેઓ સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ જેવી એપ્સ પર રોકાણકારને સ્ટોક ટીપ્સ આપી રહ્યા છે પણ જો તે નાણાકીય સલાહકાર નથી.




૬૫ ટકા ભાગીદારી હેલ્થ વેલનેસ માર્કેટમાં ફડ સપ્લિમેન્ટસની છે જે દર વર્ષે સરેરાશ ૧૭ ટકાના દરે વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં હેલ્થ વેલનેસ બજાર ૧૮ અરબ ડોલર થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application