આતિશી ક્યારે લેશે મુખ્યમંત્રી તરીકે શપથ?  નક્કી થઇ ગઈ તારીખ

  • September 19, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી 21 સપ્ટેમ્બરે શપથ લેશે. આતિશીની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. અગાઉ  દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા પત્રમાં મુખ્યમંત્રી-નિયુક્ત આતિશીના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું પણ મુર્મુને મોકલી દેવામાં આવ્યું છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળએ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે કોઈ તારીખનો પ્રસ્તાવ મૂક્યો નથી. અરવિંદ કેજરીવાલે મંગળવારે લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.


આતિશી પાર્ટીના બાકીના કાર્યકાળ માટે સરકારનું નેતૃત્વ કરશે. આ બાબતના જાણકાર સૂત્રોએ સંકેત આપ્યો છે કે આતિષીનો શપથ સમારોહ રાજભવનના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ સાદગીપૂર્ણ થવાની આશા છે. એલજી સચિવાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર, વીકે સક્સેનાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલી સત્તાવાર નોંધમાં  દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિષીના શપથ ગ્રહણની તારીખ તરીકે 21 સપ્ટેમ્બરનો પ્રસ્તાવ મૂક્યો હતો.


શું આતિશી દિલ્હી વિધાનસભામાં બહુમતિ સાબિત કરશે?


સૂત્રએ જણાવ્યું કે વર્તમાન સીએમ કેજરીવાલનો રાજીનામાનો પત્ર પણ રાષ્ટ્રપતિ મુર્મુને મોકલી દેવામાં આવ્યો છે. એલજી સક્સેના સાથેની મીટિંગ દરમિયાન આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યાના એક દિવસ બાદ જ આ ઘટના બની છે. અહેવાલો અનુસાર, કાલકાજી મતવિસ્તારના AAP ધારાસભ્ય આતિશી સીએમ પદ સંભાળ્યા પછી 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરશે.


AAP સરકારે 26-27 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર બોલાવ્યું છે. વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ પૂરો થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી યોજાય તેવી પણ શક્યતા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે જામીન આપ્યા હતા. જો કે AAP કન્વીનરને તેમની ઓફિસ અથવા દિલ્હી સચિવાલયની મુલાકાત લેવા અથવા એલજી વીકે સક્સેનાની સંમતિ વિના ફાઇલો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application