કુસ્તીબાજોનો ચોકાવનારો દાવ, મહિલા રેસલર્સ પોલીસ પ્રોટેક્શનમાં પહોંચી બ્રિજભૂષણ સિંહના ઘરે

  • June 09, 2023 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન કેસમાં ચાલી રહેલી તપાસમાં નવો વળાંક આવ્યો છે. જંતર-મંતર પર ધરણામાં ભાગ લઈ રહેલી મહિલા કુસ્તીબાજ પોલીસની સુરક્ષામાં આરોપી બ્રિજ ભૂષણ સિંહના ઘરે પહોંચી હતી. કુસ્તીબાજોના આ કુસ્તી યુદ્ધમાં બ્રિજ ભૂષણ સિંહના ઘરે આ રીતે પહોંચવું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું આ રીતે મહિલા રેસલર બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચવું એ સમાધાનનો પ્રયાસ છે. આ સાથે એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું સગીર મહિલા કુસ્તીબાજના નિવેદન બદલવા સાથે કોઈ સંબંધ છે.


બીજી તરફ ઈન્ટરનેશનલ રેફરી જગબીરનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે બ્રિજ ભૂષણ પર આરોપો લગાવી રહ્યા છે. તેણે કહ્યું, "WFI ચીફ અને તેના સહયોગીઓએ જ્યારે બાળકો દારૂના નશામાં હતા ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કર્યું. અમે બધા 2013માં થાઈલેન્ડ ગયા હતા ત્યારની આ ઘટના છે.”

તાજેતરમાં, 17 વર્ષીય સગીર કુસ્તીબાજએ બ્રિજ ભૂષણ સિંહ પરના જાતીય શોષણના આરોપો પાછા ખેંચી લીધા છે. સગીર રેસલરના પિતાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.


તાજેતરમાં કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. આ દરમિયાન કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી સમક્ષ મહિલા WFI ચીફની નિમણૂક અને તેની સામેની પોલીસ FIR રદ કરવા સહિત ચાર માંગણીઓ મૂકી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application