દેશના આ વિસ્તાર માંથી વૈજ્ઞાનિકોને મળ્યો દુર્લભ ખનિજોનો ભંડાર, આધુનિક ટેકનોલોજી માટે મહત્વપૂર્ણ છે આ શક્તિ સંસાધનો 

  • April 04, 2023 09:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંધ્રપ્રદેશમાં 15 દુર્લભ ખનિજોનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. આ એવા ખનિજો છે, જેનો ઉપયોગ ઉદ્યોગોમાં દિવસેને દિવસે વધુ થઈ રહ્યો છે. બલ્કે, આધુનિક ટેકનોલોજી આવા ખનિજો પર નિર્ભર છે. દેશ માટે આ ખૂબ જ સારી બાબત છે.  


તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો હતો. આ લિથિયમનો ઉપયોગ તમામ પ્રકારના ગેજેટ્સમાં વપરાતી બેટરીમાં થાય છે. તેવી જ રીતે, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં મળી આવતા તમામ દુર્લભ ખનિજોનો આધુનિક ટેકનોલોજીમાં ઉપયોગ થાય છે.
​​​​​​​


હૈદરાબાદની નેશનલ જિયોગ્રાફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં 15 પ્રકારની દુર્લભ સામગ્રીનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. આ દુર્લભ ખનીજોનો ઉપયોગ મોબાઈલથી લઈને કારના ઉત્પાદનમાં થાય છે. એટલું જ નહીં તેનો ઉપયોગ ટીવી કોમ્પ્યુટર અને વાહનો તૈયાર કરવામાં પણ થાય છે.


ઓળખાયેલા તત્વોમાં એલનાઈટ, સેરાઈટ, થોરાઈટ, કોલમ્બાઈટ, ટેન્ટાલાઈટ, એપેટાઈટ, ઝિર્કોન, મોનાઝાઈટ, પાયરોક્લોર ઓક્સનાઈટ અને ફ્લોરાઈટનો સમાવેશ થાય છે. એનજીઆરઆઈના વૈજ્ઞાનિક પી સુંદર રાજુએ જણાવ્યું કે બે ગામોમાં અલગ-અલગ પ્રકારના ઝિર્કોન્સ મળી આવ્યા છે. અહેવાલ મુજબ આ તત્વોનો વધુ ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. આ તત્વોને સમજવા માટે 300 પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application