ન ચાલ્યો સલમાન ખાનનો જાદુ, 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની બીજા દિવસની કમાણી પણ કંઈ ખાસ ન રહી !

  • April 23, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાન ચાર વર્ષ પછી તેની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન સાથે પાછો ફર્યો છે. જ્યારે ફિલ્મના કલાકારોએ પ્રમોશનમાં ચાહકોના દિલ જીતી લીધા છે, મલ્ટી-સ્ટારર હોવાને કારણે, પારિવારિક ફિલ્મે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે ભાઈજાન સ્ટારર ફિલ્મ માટે પ્રથમ દિવસની બોક્સ ઓફિસની કમાણી કંઈ ખાસ ન હતી. 

પ્રથમ દિવસે, અઠવાડિયાનો દિવસ હોવા છતાં, કિસી કી ભાઈ કિસી જાન બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી કરી શકી નથી. પરંતુ બીજા દિવસે ફિલ્મે પહેલા દિવસની સરખામણીએ મોટું ખાતું ખોલાવ્યું છે. એવી આશા છે કે ફિલ્મ વીકએન્ડ પર જ 50 કરોડની કમાણી પાર કરી જશે. જો Koi Moi.com નું માનીએ તો ફિલ્મે બીજા દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ 24-26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે બે દિવસની કમાણી જોડીને 39.81-41.81 કરોડની કમાણી કરી લીધી છે.

સલમાન ખાનની મલ્ટી સ્ટારર એક્શન અને ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના ગીતો પહેલા જ ટ્રોલીંગનો શિકાર બની ચૂક્યા છે. બીજી તરફ પહેલા દિવસે આંકડો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મની ખૂબ મજાક ઉડી હતી. જોકે બીજા દિવસની કમાણી બાદ ફિલ્મ ચાલી જશે તેમ કહેવાય છે. ફિલ્મ વિશે વાત કરીએ તો, ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન ખાન સિવાય પૂજા હેગડે, જગપતિ બાબુ, વેંકટેશ, જસ્સી ગિલ, વિજેન્દર સિંહ, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ જેવા સ્ટાર્સ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application