શ્રીકાર વરસાદ: અમદાવાદ, સુરતમાં ત્રણી સાડા આઠ ઈંચ

  • July 01, 2024 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકો લાંબા સમયી જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનો શ્રીકાર વરસાદ રાજ્યભરમાં જોવા મળે છે. આજે સવારે ૦૬:૦૦ વાગ્યે પુરા તા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૨૧૪ તાલુકામાં વરસાદ પડ્યો છે અને સવારે ૬:૦૦ વાગ્યાી ફરી રાજ્યના ૧૨૦ તાલુકામાં વરસાદ ચાલુ યો છે.

વરસાદે તેના આ રાઉન્ડમાં સુરત અમદાવાદ જેવા મોટા શહેરોને પણ સમાવી લીધા છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં ત્રણ ી માંડી સાત ઇંચ સુધી વરસાદ યો હોવાના વાવડ મળે છે. ભારે વરસાદના કારણે સાયન્સ સિટી, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને અનેક જગ્યાએ મસ મોટા ભુવા પડ્યા હોવાી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન ઈ ગયા છે. અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લામાં માંડલમાં ત્રણ અને ઢોલેરામાં દોઢ ઇંચ વરસાદ યો છે.વરસાદે સમગ્ર રાજ્યમાં સૌી વધુ રમઝટ સુરત જિલ્લામાં બોલાવી છે. સુરત શહેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ યો છે. ત્યારે જિલ્લાના પલસાણામાં સાડા આઠ મહુવામાં સાત બારડોલીમાં ૬ ઓલપાડમાં છ, કામરેજમાં પોણા છ, માંડવીમાં ત્રણ અને ઉંમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ યો છે.
સુરતની માફક વલસાડ ભરૂચ નવસારી તાપી અને અમદાવાદ જિલ્લામાં પણ વરસાદનું જોર વધુ રહ્યું છે. 

વલસાડ જિલ્લાના વાપીમાં પાંચ કપરાડામાં સાડા ચાર વલસાડ શહેરમાં સવા ચાર ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ યો છે. 

ભરૂચ શહેરમાં ચાર ઇંચ વાગરામાં ત્રણ અને અંકલેશ્વરમાં ત્રણ ઇંચ પાણી પડ્યું છે. નવસારી જિલ્લાના ખેરગ્રામમાં ચાર ગણદેવી માં સાડા ત્રણ અને જલાલપોરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. 
તાપી જિલ્લાના વાલોડમાં સવા ત્રણ વ્યારામાં અઢી ડોલવણમાં અઢી અને સોનગઢમાં પોણા ત્રણ ઇંચ વરસાદ યો છે.

​​​​​​​તા. ૫ સુધી રાજ્યભરમાં, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી
અરબી સમુદ્રના ર્નો ઈસ્ટ દિશામાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ટ્રફ જોવા મળે છે અને તે ગુજરાતી બિહાર સુધી લંબાય છે. આ ટ્રફની સો મધ્ય પ્રદેશના સાયક્લોનિક સર્ક્યુલેશનનો છેડો પણ કનેક્ટ ાય છે અને તેના કારણે આજે વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં પણ સાયકલોનીક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. કચ્છને સંલગ્ન પાકિસ્તાનમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે સુરત ડાંગ તાપી નવસારી ભરૂચ રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આજે શક્યતા છે. જુદા જુદા પ્રકારની મોનસુન સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં આજે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આજી પાંચ દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application