એડવાન્સ મિલકતવેરા વળતર સ્કીમ હેઠળ મનપાને ત્રણ માસમાં ૨૪૪ કરોડની આવક

  • July 01, 2024 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા નવા વર્ષના મિલકતવેરા માટે એડવાન્સ વેરો ભરનારા કરદાતાઓને મનપા દ્વારા અપાતી વળતર વેરા યોજનાનો ચાલુ ત્તર્ષે મહાપાલિકાને ગત વર્ષ કરતા સારો પ્રતિસાદ સાંપડયો છે. ત્રણ માસ એપ્રિલ, મે, જૂન દરમિયાન ૩,૨૯,૭૨૪ કરદાતાઓએ લાભ લઈ મનપાની તિજોરીમાં ૨૪૪.૪૫ કરોડની રકમ ઠાલવી છે. ગત વર્ષથી આ વર્ષ ૨૦૨૪માં ૨૦ હજારથી વધુ મિલકતધારકોએ સ્કીમમાં જોડાતા મનપાને ચાુલ વર્ષે ૩૨.૭૨ કરોડ ‚પિયાની આવક પણ વધુ મળી છે.
​​​​​​​
રાજકોટત્ત મહાપાલિકાના જ આવા આંકડા મુજબ વર્ષ-૨૦૨૪માં તા:-૦૧-૦૪-૨૦૨૪ ી તા:-૩૦-૦૬-૨૦૨૪ દરમ્યાન કુલ-૩,૨૯,૭૨૪ કરદાતાઓએ કુલ રૂ.૨૪૪.૪૫ કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તા ચેક) દ્વારા ૯૩,૪૪૦ કરદાતાઓએ વેરો કુલ રૂ.૯૬.૨૭ કરોડ અને ઓન લાઇનના દ્વારા ૨,૩૬,૨૮૪ કરદાતાઓએ કુલ રૂ.૧૪૮.૧૮ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૪.૧૨ કરોડનું  ડિસ્કાઉન્ટ આપેલ છે. 
વર્ષ-૨૦૨૩ તારીખ:-૦૧-૦૪-૨૦૨૩ ી તારીખ:-૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં કુલ ૩,૦૯,૧૮૮ કરદાઓએ કુલ રૂ.૨૧૧.૭૩ કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તા ચેક) દ્વારા ૧,૦૨,૦૯૪ કરદાતાએ વેરો કુલ રૂ.૮૪.૫૭ કરોડ અને ઓન લાઇન દ્વારા ૨,૦૭,૦૯૪ કરદાતાઓએ કુલ રૂ.૧૨૭.૧૬ કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૨૧.૬૩ કરોડનું  ડિસ્કાઉન્ટ આપેલ છે.ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. રૂ.૨.૩૯ કરોડની વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે તા ગત વર્ષ કરતાં રૂ.૩૨.૭૨ કરોડની વધુ આવક તા ૨૦,૫૩૬ નવા કરદાતાઓએ વેરાની ભરપાઇ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application