T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતની ઐતિહાસિક જીત બાદ, ભૂતપૂર્વ ક્રિકેટરોથી લઈને પ્રશંસકો અને બોલિવૂડની હસ્તીઓએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપવાનું શરૂ કર્યું હતું. જીત બાદ હાર્દિક પંડ્યા ભાવુક જોવા મળ્યો હતો પરંતુ નોંધનીય છે કે તેની પત્ની નતાસા સ્ટેનકોવિક તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. થોડા સમય પહેલા હાર્દિક અને નતાશાના ડિવોર્સના સમાચાર ચરમસીમાએ હતા અને હવે નતાશાની કોઈ પોસ્ટ ન હોવાના કારણે હાર્દિક સાથેના તેના ડિવોર્સની અફવાઓને વેગ મળી રહ્યો છે.
ડિવોર્સના સમાચાર પહેલા નતાશા નિયમિતપણે હાર્દિક પંડ્યાના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી હતી. તે ઘણીવાર ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા મેદાનમાં આવતી હતી પરંતુ ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન તેનો પડછાયો પણ મેદાનમાં જોવા મળ્યો ન હતો. આ વખતે ન તો તે હાર્દિક કે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા મેદાનમાં પહોંચી કે ન તો સોશિયલ મીડિયા પર કોઈ સપોર્ટ દર્શાવ્યો.
ડિવોર્સની અફવાઓ કે..
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સની અફવા ત્યારે શરૂ થઈ જ્યારે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી 'પંડ્યા' અટક હટાવી દીધી. આ સિવાય તેણે તેના એકાઉન્ટમાંથી તે તમામ તસવીરો ડિલીટ કરી દીધી હતી જેમાં તે હાર્દિક સાથે જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથે નતાશાની એક જ તસવીર છે, જેમાં બંને તેમના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહ્યા છે. જ્યારે 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર હાર્દિકે પણ કોઈ પોસ્ટ ન કરી આ સમાચારોએ વધુ વેગ પકડ્યો હતો. જોકે કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા હજુ પણ નતાશાની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે પરંતુ હાર્દિક અને તેની પત્ની વચ્ચેના સંબંધો હાલ સારા દેખાતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું પાકિસ્તાનમાં સ્મશાન છે?હિન્દુ ધર્મના લોકો ત્યાં અંતિમ સંસ્કાર કરે છે કે...
July 03, 2024 05:31 PMબિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 બ્રિજ ધરાશાયી
July 03, 2024 05:00 PMવર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર
July 03, 2024 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech