ગુજરાતમાં 15 મે સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડી શકાશે નહીં, ગુજરાત સરકારનો નિર્ણય

  • May 09, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા દરમિયાન સુરક્ષા ને લઈને કેટલીક બાબતો સરકારને ધ્યાન પર આવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 15 મી સુધી ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેની જાણકારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર આપી હતી.


કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો

આગામી તા 15મી  સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાકે ડ્રોન ઉડાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે.


નિર્ણય સામાન્ય નાગરિકોના હિતમાં

અહીં નોંધવું જરૂરી છે કે ઓપરેશન સિંદુર બાદ દેશના ઉત્તર અને પશ્ચિમ સરહદી વિસ્તારોમાં વધતી તંગદિલી અને પાકિસ્તાન દ્વારા મિસાઈલ તેમજ ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસોના પગલે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે સામાન્ય નાગરિકોના હિતમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application