ભાવનગર : કોબડી ટોલનાકા પાસે રીક્ષા અને કાર અથડાતા મહિલાનું મોત

  • August 13, 2023 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

તણસા- ભાવનગર હાઇવે રોડ પર કોબડી ટોલનાકા પાસે રીક્ષાને કારે પાછળથી ટલ્લો મારતા રિક્ષામાં સવાર મહિલાને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું આ બનાવની અંગે વરતેજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી.


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના મિલેટરી સોસાયટી ખાતે રહેતા દિગ્વિજયસિંહ મૂળરાજસિંહ ગોહિલે એવા મલબની ફરિયાદ નોંધાવી હતી કે

દિગ્વિજયસિંહનાં માતા કૃષ્ણાબા મુળરાજસિંહ ગોહીલ તથા ભાભી નયનાબા અને કૃપલીબા પ્રાઇવેટ રીક્ષામા બેસી તણસા પાસે આવેલ ભારોલી ગામેથી ભાવનગર આવતા હતા ત્યારે  તણસા- ભાવનગર હાઇવે રોડ પર કોબડી ટોલનાકા પાસે પહોચતા કાર નંબર જીજે ૦૪ ડી ૩૩૪૫ ના ચાલકે પોતની કાર પુરઝડપે, બેફીકરાઇથી ગફલત ભરી રીતે ચલાવી રીક્ષાને પાછળથી ટલ્લો મારી કૃષ્ણાબાને ગંભીર ઇજાઓ પહોચતા કૃષ્ણાબાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application