વિશ્વમાં જોરથી દસ્તક દઈ રહી છે મંદી: જયપ્રકાશ માઢક

  • March 16, 2023 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૦૮ માં લેહમેન ફડચા માં ગયા પછી અમેરિકામાં સૌથી મોટી બેન્ક સીલીકોન વેલી ફડચામાં ગઈ છે.એ પછી ત્યાંની બીજી એક મોટી બેન્ક સિેચર બેન્કમાં પણ ભારે ઉથલપાથલ થઈ છે અને એ બેન્ક પણ અતિ મુશ્કેલીમાં આવી ગ ઈ છે. આમ યુ.એસ.મા ઉપરા ઉપરી બે બેન્કો નું પતન થતાં યુ.એસ.નુ બેન્કીન્ગ સેકટર તકલીફ માં આવી ગયુ છે. કંપનીઓ અને રોકાણકારો –થાપણદારો મુશ્કેલી માં આવી ગયા છે અને બેન્કો માં વિશ્વાસ ગુમાવી રહ્યા છે.વિવિધ કંપનીઓ અને કર્મચારીઓ નું ભાવિ અધ્ધર તાલ બન્યું છે.લાખો કર્મચારીઓ ની નોકરી જવામાં છે. આના પગલે ભારતીય શેરબજારો પણ મુશ્કેલી નો અનુભવ કરી રહ્યા છે.ભારતીય બેન્કીન્ગ ફાઈનાન્સ સેકટર માં ભારે વેચવાલી તથા માર્કેટમાં ભારે નિરાશા જોવા મળી હતી.



યુચરીસ્ટ જયપ્રકાશ માઢકે આ ઘટના ક્રમોના અનુસંધાને ચેતવણી આપતાં કહ્યુ હતું કે આગામી ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી અર્થતત્રં નો ગ્રહ ગુ રાહત્પ સાથે આવતાં દુનિયામાં રીસેશન અર્થાત્ ભયંકર આર્થિક મંદી જોવા મળે એવી શકયતા છે , જે મંદી ૩૦ ઓકટોબર ૨૦૨૩ સુધી બની રહે તેવી સંભાવના છે, કારણકે ૩૦૧૦૨૩ સુધી રાહત્પ અને ગુ મેષ રાશિ માં સાથે ગોચર ભ્રમણ કરશે અને મેષ રાશિનો રાહત્પ(અમેરિકા? ) અર્થતંત્રના ગ્રહ ગુને પીડા આપશે.આ સમયગાળા માં બેન્કીન્ગ ક્ષેત્રે અણધાર્યા પરિવર્તનો આવી શકે છે.



આર્થિક બાબતો અંગેની આ ભવિષ્યવાણી માં જયપ્રકાશ માઢકે જણાવ્યુ હતું કે તાજેતર મા યુ.એસ. માં સીલીકોન વેલી બેન્ક તથા બાદ માં સિેચર બેન્ક એમ બે મોટી બેન્કો ફડચા માં જવાની ઘટનાઓ બનવાની સાથે જ રીસેશન ની પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ છે.અમેરિકન ગવર્મેન્ટ જોકે થાપણદારો ને તથા વિવિધ કંપનીઓ ને આશ્વાસન આપી રહી છે કે દરેકને એમના નાણાં પરત આપી દેવામાં આવશે,પણ થાપણદારો માં હજુ આશંકા પ્રવર્તે છે.આ બે ઘટનાઓની ભારતીય શેરબજાર પર પણ વિપરીત અસર પડી હતી અને ભારતીય શેર બજાર પાંચ માસની નીચી સપાટીને સ્પર્શી ગયુ હતું.



આ તકે જયપ્રકાશ માઢકે વધુમાં જણાવ્યુ હતું કે એક બાજુ યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલુ અવિરત યુધ્ધ તથા મધ્ય પૂર્વ માં ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેની તગં પરિસ્થિતિ તથા તાઈવાન – ચીન વચ્ચેનો તણાવ તથા યુરોપના દેશો ,અમેરિકા તથા રશિયા વચ્ચે પ્રવર્તી રહેલી તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે તથા વિશ્વમાં નવા નવા યુધ્ધના મોરચાઓ ખુલવાની સંભાવનાઓ વચ્ચે મંદી આગળ વધી રહી છે અને લોકો હજુ પણ બેન્કો ઉપરથી વિશ્વાસ ગુમાવી દે તથા વિશ્વના કોઈ દેશો માં બેન્ક રન જેવી ઘટનાઓ જોવા મળે તથા લોકો બેન્કોમાં પોતાની થાપણો વહેલી તકે ઉપાડી લેવા વ્યાકુળ બને તથા આ માટે બેન્કો બહાર લોકોની લાઈનો લાગે તો આવી ઘટનાઓ થી જરા પણ નવાઈ લાગવી જોઈએ નહિ .



વિશ્વમાં હવે પછી આવનારી આ આર્થિક મંદીના કારણ માં મેષ રાશિ નો રાહત્પ એટલેકે અમેરિકા રહેશે.જોકે ભારતને દુનિયામાં આવનારી આર્થિક મંદીની અસર સરખામણી માં ઓછી થશે(મનમોહનસિંઘ વખતે આવેલી મંદીની અસર પણ ભારત માં ઓછી થયેલી) પરંતુ ભારતીયો એ અફવાઓથી સાવધ રહેવું જોઈશે જોકે ભારત આગામી સમય માં દુનિયા માં આવનાર મંદીથી સાવ અછૂત રહી શકશે નહિ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application