રાજકોટ–સુરત મહાપાલિકા અને ૨૯ ન.પા.માં પેટા ચૂંટણીનો ગરમાવો: આજથી ફોર્મ ભરવાનું શરૂ

  • July 17, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ની બે બેઠકની અને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨૦ ની એક બેઠકની આગામી તારીખ ૬ ઓગસ્ટના રોજ યોજાનારી પેટા ચૂંટણી માટેના ફોર્મ ભરવાનું આજથી શ થઈ ગયું છે અને તે સાથે જ પેટા ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકા ઉપરાંત ભાવનગર જિલ્લામાં મહત્પવા પાલીતાણા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા પોરબંદર જિલ્લામાં છાયા ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા અને કચ્છ જિલ્લામાં મુન્દ્રા બારોઇ નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે. આ તમામ જગ્યાએ આજથી જ ફોર્મ ભરવાનું શ થઈ ગયું છે. તારીખ ૨૪ ના રોજ ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે. તારીખ ૨૫ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ્ર થશે.


ચૂંટણી પચં તારીખ ૬ ઓગસ્ટના રોજ તમામ પેટા ચૂંટણીઓમાં મતદાન કરાવશે અને તારીખ ૮ ના રોજ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ની બે બેઠકની ચૂંટણીના ઉમેદવારો પસદં કરવા માટે ગઈકાલે ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રકાશભાઈ સોની અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીની હાજરીમાં સેન્સ લેવામાં આવી હતી. ૩૦ જેટલા દાવેદારો મેદાનમાં છે.


આ તમામના બાયોડેટા સાથે ની વિગતો પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે અને ત્યાંથી જે નામ નક્કી થશે તે ફોર્મ ભરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application