રાહુલ ગાંધીએ તેમનું ટ્વિટર બાયો બદલ્યું, પોતાને ગણાવ્યા ડીસક્વોલીફાઈડ સાંસદ

  • March 26, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે (26 માર્ચ) કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવા પર દેશભરમાં વિરોધ રૂપી 'સંકલ્પ સત્યાગ્રહ' કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવ્યા બાદ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. સાથે જ હવે રાહુલે પોતાના બાયોમાં પોતાને ડીસક્વોલીફાઈડ સાંસદ ગણાવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસના નેતાઓ દિલ્હીના રાજઘાટ પર આયોજિત 'સંકલ્પ સત્યાગ્રહ'માં સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ટિપ્પણી કરતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી આ દેશના લોકોના દરેક મુદ્દા પર લડી રહ્યા છે. તેમની સામે કેસ દાખલ કરવામાં આવે છે. કોલાર (કર્ણાટક)નો કેસ સુરત લાવવામાં આવ્યો છે. જો તમારામાં હિંમત હોત તો તમે આવો જ કેસ કરીને બતાવ્યો હોત. તેમણે વધુમાં કહ્યું કે, આ બધું રાહુલને ચૂપ કરવા માટે કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી એક મજબૂત વ્યક્તિ છે.

વિરોધ સત્યાગ્રહ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે આજ સુધી અમે ચૂપ રહ્યા, તમે અમારા પરિવારનું અપમાન કરતા રહ્યા. મારા ભાઈએ કહ્યું - હું તમને નફરત કરતો નથી. અમારી વિચારધારા અલગ છે. મારે પૂછવું છે કે તમે એક માણસનું કેટલું અપમાન કરશો. તેમણે કહ્યું કે મારી સામે કેસ કરો પરંતુ સત્ય એ છે કે આ દેશના વડાપ્રધાન કાયર છે.
​​​​​​​

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે રાજઘાટ પાસે કલમ 144 લગાવી દીધી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અહીં પહોંચી રહ્યા છે. કાર્યક્રમ સાંજે 5 કલાકે સમાપ્ત થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application