રાઘવજી પટેલે અચાનક લીધી ફિશરીઝ વિભાગની મુલાકાત....કેટલાક કર્મચારીઓ મોડા આવતાં હોવાનું જાણવા મળ્યું

  • January 05, 2023 09:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક 156 સીટ જીતીને રેકોર્ડ રચ્યો હતો.હવે મંત્રીમંડળની રચના બાદ મંત્રીઓએ કામગીરી શરૂ કરી દીધી છે. આજે મંત્રી રાઘવજી પટેલે ફરી સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમણે જૂના સચિવાલયમાં આવેલી ફિશરિઝ વિભાગની વિઝિટ કરી હતી. 


ઓફિસ ખુલવાના સમયે તેઓ અચાનક ફિશરિઝ વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. જેમાં કેટલાક કર્મચારીઓ મોડા આવતાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમણે મોડા આવનારા કર્મચારીઓનો રિપોર્ટ માંગ્યો હતો. આ પહેલા તેમણે કૃષિ વિભાગની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

આ પહેલા તત્કાલીન રેવન્યૂ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી પણ આ રીતે સરપ્રાઇઝ મુલાકાત કરતા હતા. જેને લઈ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. હવે કૃષિમંત્રીએ ખેડૂતોના હિતમાં ઝડપથી કામો થાય તે માટે આવા પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે.


કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે ફિશરીઝ વિભાગની મુલાકાત લેતા અનેક કર્મચારીઓ નોકરીના સમયે હાજર ન હતા ત્યારે આ તમામ કર્મચારીઓનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને તેની સામે પગલાં લેવાય તેવી શક્યતા છે
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application