પોલીસ દ્વારા કોઈ એક્શન ન લેવાતા સનાતન ધર્મ પર નિવેદનના મામલે ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરુદ્ધ SCમાં અરજી, વિવાદે લીધું મોટું સ્વરૂપ

  • September 07, 2023 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉધયનિધિ સ્ટાલિન અને ડીએમકે સાંસદ એ રાજા વિરુદ્ધ આજે (7 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તા વિનીત જિંદાલે કહ્યું કે ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ખતમ કરવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ તેમ છતાં તમિલનાડુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન નથી.

અરજદારે વધુમાં કહ્યું કે આ મામલે દિલ્હી પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે એફઆઈઆર પણ નોંધી ન હતી. સુપ્રીમ કોર્ટે પહેલાથી જ તમામ રાજ્યોની પોલીસને નફરત ફેલાવનારા નિવેદનો સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આ કારણસર ડીએમકે નેતા ઉદયનિધિ સામે કેસ ન નોંધીને તમિલનાડુ અને દિલ્હી પોલીસે પણ સુપ્રીમ કોર્ટની અવગણના કરી છે. અને અરજીમાં ઉધયનિધિ સ્ટાલિન ઉપરાંત એ રાજાના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.

ડીએમકેના નેતા એ રાજાએ કહ્યું કે સનાતન ધર્મની સરખામણી HIV સાથે થવી જોઈએ, સનાતન ધર્મ સામાજિક કલંક જોડાયેલું છે. આ ઉપરાંત તેણે કહ્યું કે, "ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખામણી કરીને નમ્રતા દર્શાવી છે."

ઉધયનિધિ સ્ટાલિને ચેન્નાઈમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશનની બેઠકને સંબોધિત કરતી વખતે સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે તેના કારણે સમાજમાં ભેદભાવ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application