ઓનલાઇન જોબના નામે યુવાન સાથે રૂ.૪૯,૭૯૮ની ઓનલાઇન છેતરપિંડી

  • May 16, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઇન જોબ એપ્લિકેશનમા જોબ અપવવાના બહાને નોર્મલ ચાર્જ ભરવાનું કહી લીંક મોકલી નોકરીવાચ્છુ યુવાના બેંક એકાઉન્ટમાંથી રૂ.૪૯,૭૯૮ ઉપાડી લેવામાં આવ્યા હતાં.આ અંગે યુવાને તાકીદે પોલીસને જાણ કરતા બી.ડિવિઝન પોલીસે ટૂંક સમયમાં યુવાનને રૂ.૪૩,૦૯૮ ની રકમ પરત અપાવી હતી.
​​​​​​​
એક યુવાને જોબ મેળવવા માટે અલગ અલગ ઓનલાઇન જોબ એપ્લીકેશનમા જોબ માટે એપ્લાઇ કરેલ જેમા ઓંનલાઇન ઘ શાઇન જોબ ડોટ કોમ નામની એપ્લીકેશનમા નોર્મલ ચાર્જ રૂ.૧૦૦ ડેબીટ કાર્ડથી ભરવા એક લીંક મોકલેલ જેથી યુવાને આ લીંકમા પોતાના ડેબીટ કાર્ડના ૧૬ આકડાનો નંબર તથા સીવીવી નંબર વિગેરે માહીતી ભરતા તેના ખાતામથી અલગ અલગ બે ટ્રાંજેક્શન કુલ રૂ.૪૯,૭૯૮ ટ્રાંજેક્શન થતાની જાણ થતા તેણે તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરી પોતાની સાથે થયેલ ફ્રોડની વિગત જણાવી હત. સાથોસાથ બેંકના ખાતા બાબતે કસ્ટમર કેરમા જાણ કરી પોતાનુ ડેબીટ કાર્ડમાથી થયેલ ટ્રાંજેક્શન સ્ટોપ કરવા ઓનલાઇન કમ્પલેઇન કરેલ હતી. જે અરજી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મળતા ઇન્ચાર્જ પીઆઇ કે.જે.કરપડાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમના પીએસઆઇ એમ.આઇ.શેખ તથા કોન્સ. રાજદીપભાઇ અને પુજાબેન વાળા સહિતની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારની ફ્રોડમા ગયેલ રકમ પૈકી કુલ રકમ રૂ.૪૩૦૯૮ પરત અપાવી હતી. પોલીસે અપીલ કરી હતી કે,કોઇપણ ઓનલાઇન જોબ એપ્લીકેશનમા પોતાના ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, નેટ બેંકીંગ મારફતે પ્રોસેસ કરાવતા સમયે ૧૬ આકડાના નંબર, બર્થ ડેટ, સીવીવી નંબર આપવા નહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application