મોદી સરકાર સંસદના ચોમાસું સત્રમાં જ સમાન નાગરિક ધારાનો ખરડો લાવી શકે

  • June 30, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાંચ રાજ્યોની વિધાનસભા અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર સ્ટ્રોક સાબિત થઇ શકે યુનિફોર્મ સિવિલ કોડ




૨૦૨૪ની લોકસભા ચૂંટણી તથા પાંચ રાજ્યોની આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટી દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આ ચોમાસુ સત્રમાં સંસદમાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ કાયદા અંગેનું બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય છે.



યુનિફોર્મ સિવિલ કોડ અંગે સાંસદોના અભિપ્રાય જાણવા માટે 3 જુલાઈએ સંસદીય સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે કાયદા પંચ, કાનૂની બાબતોના વિભાગ અને વિધાન વિભાગના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ પર સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગવાના મુદ્દે કાયદા પંચ દ્વારા 14 જૂને આ ત્રણ વિભાગોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે.


યુનિફોર્મ સિવિલ કોડમાં તમામ ધર્મો માટે એક જ કાયદો હશે. દરેક ધર્મનો પોતાનો અંગત કાયદો હોય છે, જેમાં લગ્ન, છૂટાછેડા અને મિલકત માટેના પોતાના કાયદા હોય છે. યુસીસીના અમલીકરણ સાથે, તમામ ધર્મોમાં રહેતા લોકોના કેસ માત્ર નાગરિક નિયમો દ્વારા જ હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application