મોદી-અદાણીના સંબંધો ખૂબ જુના, મને મારશો કે જેલમાં નાખશો મારી તપસ્યા ચાલુ રહશે : રાહુલ ગાંધી

  • March 25, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે. જે બાદ કોંગ્રેસના નેતાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સભ્યપદ નાબૂદ કરવાની જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 

સંસદમાંથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ આજે (25 માર્ચ)ના રોજ પ્રથમ વખત મીડિયા સામે દેખાયા હતા. તેમણે કહ્યું કે ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, રોજ નવા નવા દાખલા જોવા મળી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, "હું કોઈ વાતથી ડરતો નથી, તમે મને જેલમાં નાખીને મને ડરાવી શકશો નહી, હું ભારત માટે લડતો રહીશ. મને સંસદમાં બોલવા દેવામાં ન આવ્યો, મેં વાત કરી. સંસદના સ્પીકરને પણ પત્ર લખ્યો હતો, પણ જવાબ મળ્યો નહોતો. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાંથી મારું ભાષણ હટાવી દેવામાં આવ્યું, પરંતુ હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું.

રાહુલ ગાંધીએ કહ્યું, "મેં પહેલા પણ કહ્યું છે કે તમામ સમાજ એક છે, બધાએ સાથે મળીને ચાલવું જોઈએ, ભાઈચારો હોવો જોઈએ, બધામાં પ્રેમ હોવો જોઈએ, નફરત ન હોવી જોઈએ, હિંસા ન હોવી જોઈએ. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application