સમર્પણ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સ ઝબ્બે

  • August 15, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સમર્પણ સર્કલ પાસેથી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફે એક તસ્કરને ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો છે.


 જામનગર શહેરમાં મોબાઈલ ફોનની ચોરીના ગુના વધી ગયા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી અને સમર્પણ સર્કલ પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. જેને અટકાવીને પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સાજીદ હનીફભાઈ શેખ અને ગુલાબનગર વિસ્તારમાં રહેતો હોવાનું તેમજ સીસીટીવી કેમેરાના ફીટીંગનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.


 જેની તલાસી લેતાં તેના કબજા માંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં રજુ કરી શક્યો ન હતો, અને તેણે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી લીધી હતી. તેથી પોલીસે તેની અટકાયત કરી લઇ ચોરાઉ મોબાઈલ ફોન કબજે કર્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application