હૈદરાબાદમાં વિસ્ફોટનું મોટું કાવતરું નિષ્ફળ, લોન વુલ્ફ અટેક પહેલા જ NIAએ ઝડપી પાડ્યા પાકિસ્તાની આતંકવાદી

  • February 05, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા 'લોન વુલ્ફ એટેક'ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ચોકાવનારો ખુલાસો થયો છે. આ ઉપરાંત આઈએસઆઈ અને લશ્કરની કડી પણ સામે આવી છે. પકડાયેલ આતંકવાદી ઝાહીદ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવામાં આવતા હતા.


મળતી માહિતી મુજબ, તેણે હેન્ડલર્સના કહેવા પર ઘણા લોકોની ભરતી પણ કરી હતી. રેલી કે જાહેર સ્થળ પર હુમલો કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. આ બધું પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યું હતું. ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું.


NIAની FIR દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓના આ ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના સ્થળ પરથી 2 હેન્ડ ગ્રેનેડ, અંદાજીત 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝાહીદને અગાઉ 2005માં આત્મઘાતી બોમ્બ ધડાકાના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે 2017માં તેને છોડી દેવામાં આવ્યો હતો.


NIAના જણાવ્યા અનુસાર, ઝાહીદે તેની ગેંગના સભ્યો સાથે મળીને પાકિસ્તાનથી તેમના હેન્ડલર્સની સૂચનાઓના આધારે હૈદરાબાદ શહેરમાં વિસ્ફોટ અને લોન વુલ્ફ અટેક  હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડ્યું હતું.


NIAએ કહ્યું કે એવું પણ જાણવા મળ્યું છે કે ઝાહીદને તેના હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો અને તે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શહેરમાં જાહેર સભાઓ અને સરઘસો પર ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર, 2022ના રોજ હૈદરાબાદ પોલીસે જાહેર સભાઓમાં ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડવા બદલ અબ્દુલ ઝાહીદ, મોહમ્મદ સમીઉદ્દીન અને મેજર હસન ફારૂકની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application