ગોંડલ અને જસદણમાંથી એલસીબીએ રૂ.૨.૫૨ લાખનો દારૂનો જથ્થો પકડયો

  • February 03, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એલસીબીની ટીમે ગોંડલ અને જસદણમાં દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.જેમાં ગોંડલમાં ઇનોવા કારમાંથી ૪૩૨ બોટલ દારૂ ઝડપી લીધો છે.જયારે જસદણની સીમમાં વાડીએથી રૂ.૧.૨૩ લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે બંને દરોડામાં કોઇ આરોપી ઝડપાયો નથી.પોલીસે કુલ રૂ.૬.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરીમાં સામેલ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ અને ડી.જી.બડવા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ. નરેન્દ્રસિંહ રાણા,જયેન્દ્રસિંહ વાઘેલા,મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે ગોંડલ જેતપુર રોડ પર ગ્રીન પાર્ક સોસાયટીમાં એક ઇનોવા કાર નં.જીજી ૧૦ કેડી ૩૩૨૨ માંથી દારૂની ૪૩૨ બોટલ કિ.રૂ ૧,૨૯,૬૦૦ નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દારૂનો આ જથ્થો અને ઇનોવા સહિત કુલ રૂ.૫,૨૯,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઇનોવા ચાલકને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.
​​​​​​​
જયારે અન્ય એક દરોડામાં હેડ કોન્સ. પ્રણવભાઇ સાવરીયા,મથુરભાઇ વાસાણી,ભોજાભાઇ ત્રમટાને મળેલી બાતમીના આધારે જસદણની સીમમાં મેહુલભાઇ ઉર્ફે રાજો લાલજીભાઇ કુભાણીની વાડીએ પોલીસે દરોડો પાડતા અહીં ઓરડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની ૩૦૭ બોટલ અને ૩૪ બીયરના ટીન મળી આવ્યા હતાં.પોલીસે દારૂ અને બીયર મળી રૂ.૧,૨૩,૧૯૫ નો મુદ્દામાલ કબજે કરી વાડી માલીક મેહુલ ઉર્ફે રાજો લાલજીભાઇ કુભાણી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application