ગોંડલ-સુરત લકઝરી એસટી બસ સેવાનો પ્રારંભ

  • March 15, 2023 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ એસ ટી ડેપો દ્વારા ગોંડલ થી સુરત લક્ઝરી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તાજેતર મા જ એસટી નિગમને ૧૫૦ થી વધુ બસો ફાળવવામાં આવેલ છે. જેમાં ગોંડલ ખાતે ફાળવેલ બસ ને મુસાફરો નો ટ્રાફિક જોતા ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા દ્વારા સુરત રૂટ પર દોડાવવાનો નિર્ણય લેતા ૐ શાંતિ સંસ્થા દ્વારા પૂજન વિધિ કરીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બસ ગોંડલ થી સવારે ૭.૪૫ ઉપડી વાયા રાજકોટ, તારાપુર ચોકડી, વડોદરા થઈને સુરત જશે અને તે જ રૂટ પર સુરત થી સવારે ૫.૨૦ ઉપડી પરત ફરશે. આ તકે ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા, નગરપાલિકા સદસ્ય મનીષભાઈ રૈયાણી, તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન બી પી સોલંકી, યુવા ભાજપ મહામંત્રી જીગરભાઈ સાટોડીયા, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા), યુનિયન ના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application