આજે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જામશે જંગ

  • April 14, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન નીતિશ રાણા સંભાળી રહ્યા છે યારે સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન એઈડન માર્કરામ સંભાળી રહ્યા છે. આ મેચ કેકેઆરના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે. બંને ટીમો જીતના માર્ગ પર છે અને તેઓ આ મેચમાં પણ જીત નોંધાવીને પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે.





કોલકાતા નાઈટ રાઈડર્સે છેલ્લી ઓવરમાં રિંકુ સિંહના ૫ સિકસર ફટકારીને ગુજરાત ટાઈટન્સ સામેની છેલ્લી મેચ જીતી હતી. છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં કેકેઆરનો ૩ વિકેટે વિજય થયો હતો. યારે તે પહેલા પણ તેઓઆરસીબીને ૮૧ રનથી કારમી હાર આપી ચૂકયા છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો સતત બે મેચ હાર્યા બાદ તેણે પંજાબ કિંગ્સ સામે ૮ વિકેટે જીત મેળવી હતી. આ સિઝનમાં તેની બીજી જીત હતી. હવે કોલકાતા અને હૈદરાબાદ આજે પણ તેમની વિજયી યાત્રા ચાલુ રાખવા માંગશે. તો ચાલો તમને જણાવીએ કે ઈડન ગાર્ડન્સની પિચ રિપોર્ટ કેવી છે અને આજે કોલકાતાનું હવામાન કેવું રહેશે.





આજે આઇપીએલ ૨૦૨૩ની ૧૯મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પીચની વાત કરીએ તો, અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમના બેટસમેનોને ઘણો ફાયદો મળી શકે છે અને રનનો વરસાદ જોવા મળી શકે છે, પરંતુ યારે એ જ ટીમ પાછળથી બોલિંગ કરવા આવશે ત્યારે ચોક્કસપણે ઝાકળનો સામનો કરવો પડશે. જોકે, આ સિઝનમાં અહીં રમાયેલી એકમાત્ર મેચમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા કેકેઆરએ ૭ વિકેટે ૨૦૪ રન બનાવ્યા હતા.




તે જ સમયે, યારે આરસીબી જવાબ આપવા માટે ઉતયુ, ત્યારે તેની આખી ટીમ ૧૨૩ રનમાં સમેટાઈ ગઈ અને મેચ ૮૧ રને હારી ગઈ. આમાં સ્પિનરોએ મોટી ભૂમિકા ભજવી હતી. વણ ચક્રવર્તીએ ૪ અને સુનીલ નારાયણે ૨ વિકેટ લઈને બેંગ્લોર ટીમની કમર તોડી નાખી હતી. આજે પંજાબ–હૈદરાબાદ મેચમાં પણ આ પીચ પર સ્પિનરો જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application