કે.કે.વી. ચોકમાં પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ

  • March 20, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોલીસે ડમી ગ્રાહક મોકલી કે.કે.વી હોલ ચોકમાં આવેલા સ્પા હાઉસમાં દરોડો પાડયો: આસામ,સિક્કિમ અને દિલ્હીની પાંચ લલના પાસે દેહવ્યાપાર કરાવાતો: ગ્રાહક પાસેથી ૩૭૦૦ લઇ લલનાને ૧ હજાર આપતા: મૂળ માળિયા(મિ) પંથકની મહિલા સંચાલક ઝડપાઇ




રાજકોટમાં સ્પા અને મસાજ પાર્લરના ઓઠા હેઠળ ગોરખધંધા ચાલી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી રહી છે. પોલીસ દ્રારા દરોડા પાડી આવી પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવે છે પરંતુ કડક કાર્યવાહીના અભાવે સ્પા સેન્ટરોમાં ફરી કુટણખાના ધમધમવા લાગે છે. ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પરના કે.કે.વી.હોલ ચોકમાં સ્પા હાઉસ નામના સ્પા સેન્ટરમાં ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમ દરોડો પાડી અહીં દેહ વ્યાપાર કરનાર પાંચ લલના તથા તેમની પાસે દેહવ્યાપાર કરાવનાર મહિલા સંચાલકને ઝડપી લીધી હતી. પોલીસે દમી ગ્રાહક મોકલી આ કુટણખાનાનો પર્દાફાશ કર્યેા હતો. પ્રાથમિક તપાસમાં છેલ્લા છ માસથી આ મહિલા અહીં સ્પના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે.





જાણવા મળતી વિગતો મુજબ ડીસીપી ક્રાઈમ દ્રારા શહેરમાં સ્પાની અડમાં ચાલતા કુટણખાના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના પગલે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ એન.આઇ.રાઠોડ તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ ગઢવીને એવી સચોટ બાંધણી મળી હતી કે, શહેરના કે.કે.વી હોલ ચોકમાં આવેલા શાંતિનિકેતન કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલા સ્પા હાઉસમાં મહિલા સંચાલિકા જાગુતિ દિપકભાઇ જોશી(ઉ.વ ૨૩ રહે. ૧૫૦ ફટ રિંગરોડ એસ.આર.પી કેમ્પ સામે રત્નમ પ્રાઇમ ફલેટ નં.૩૦૨ મૂળ માળિયા(મિ) મોરબી) સ્પાના ઓઠા હેઠળ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવી રહી છે.જેથી આ બાતમીના આધારે એસીપી ક્રાઈમ બી.બી.બશિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સ્પા હાઉસમાં ડમી ગ્રાહક મોકલ્યો હતો જેણે અંદર પૂછપરછ કર્યા બાદ પોલીસને મેસેજ કરતા પોલીસની ટીમ અહીં પહોંચી હતી. અહીં આવી જોતા મમાં એક યુવતી કઢંગી હાલતમાં જોવા મળતા પોલીસે તેને સ્વસ્થ થવા કહ્યું હતું અને બાદમાં તેની પૂછતાછ કરતા આ યુવતી મૂળ આસામની વતની હોવાનું અને અહીં તેને સ્પામાં આવનાર ગ્રાહક સાથે લોહીનો વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું માલુમ પડું હતું.





તેણીએ જણાવ્યું હતું કે અહીં ગ્રાહકોને સ્પા મસાજના નામે બોલાવી સ્પા કાઉન્ટર પર પિયા ૧૨૦૦ લઈ અમારી પાસે મોકલવામાં આવે છે. ત્યારબાદ અમને દેહ વ્યાપારના પિયા ૨૫૦૦ લેવાનું સંચાલક જાગૃતિ જોશી દ્રારા જણાવ્યું હોય અને તેમાંથી પિયા હજાર અમને મળતા હોય ત્યારે બાકીના ૧૫૦૦ આ જાગૃતિબેન પોતાની પાસે રાખે છે.પોલીસે અહીં દરોડા દરમ્યાન બે કોન્ડમના પેકેટ રોકડ અને મોબાઈલ સહિત કુલ પિયા ૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.





પોલીસે તપાસ કરતા અહીં કુલ પાંચ યુવતીઓ મળી આવી હતી જેમાં આસામ, દિલ્હી, સિક્કિમ અને એક રાજકોટ જિલ્લાની વતની હોવાનું માલુમ પડું છે. પોલીસે દરોડા દરમિયાન સ્પાના નામે અહીં કુટણખાનું ચલાવનાર મહિલા સંચાલિકા જાગૃતિ દીપકભાઈ જોશી સામે ઇમોરલ ટ્રાફિકિંગ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.




પોલીસની પ્રાથમિક તપાસમાં અહીં છેલ્લા છ માસથી સ્પાની આડમાં કુટણખાનું ધમધમતું હોવાનું માલુમ પડું છે. દેહ વ્યાપારની આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે દરોડાની આ કાર્યવાહીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ એન.આઇ.રાઠોડની સાથે એએસઆઇ બાદલભાઈ દવે, હરપાલસિંહ ઝાલા, બકુલભાઈ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ ગઢવી કોન્સ્ટેબલ મોહમ્મદ આરીફભાઇ અન્સારી, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન વગેરે સહિતનાઓ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application