જામનગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે ખરીફ/રવિ પાકોનું વેચાણ કરી શકશે...જાણો ક્યારે ?

  • January 31, 2023 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે ખરીફ/રવિ પાકોનું વેચાણ કરી શકશે

આગામી તા. ૦૧ ફેબ્રુઆરીથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકાશે 

જામનગર તા. ૩૧ જાન્યુઆરી, જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ/રવિ ૨૦૨૨-૨૩ પાકો અંતર્ગત તુવેર માટે રૂ.૬૬૦૦, ચણા માટે રૂ. ૫૩૩૫ અને રાયડા માટે રૂ. ૫૪૫૦ પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેથી, ઉપરોક્ત પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૦/૦૩/૨૦૨૩થી શરૂ કરવામાં આવશે. 

ઉક્ત ખરીદીમાં જે ખેડૂતો ટેકાના ભાવે આ પાકોનું વેચાણ કરવા માંગતા હોય, તો તેઓએ આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ વેચાણ કેન્દ્રો પર V.C.E. મારફતે નોંધણી કરાવી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application