ભાવનગરનાં જૂના બંદર રોડ પર આવેલા પ્લાસ્ટિક રીસાઈલ કરતાં બે યુનિટો પર બીએમસી-જીપીસીબીની સંયુક્ત રેડ

  • May 04, 2023 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

બંને એકમોમાથી કુલ ૩૪,૦૦.કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરી બંને યુનિટ સિલ કરાયા


ભાવનગર શહેરના જૂનાબંદરરોડપર આવેલ બે પ્લાસ્ટિક રીસાઈલ યુનિટો પર બીએમસી અને ગુજરાત પ્રદૂષણ નિયામક ની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી પ્રતિબંધીત ૩૪,૦૦ કિલો પ્લાસ્ટિક નો જથ્થો કબ્જે કરી એકમો સીલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સરકારે ૫૧ માઈક્રોનથી ઓછી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક ના ઉપયોગ-ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે છતાં ખૂંણે-ખાચરે હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક નો આજે પણ છડેચોક ઉપયોગ તથા ઉત્પાદન કરવામાં આવે છે આથી આ સંદર્ભે સરકારે નગરપાલિકા તથા મહાનગરપાલિકા ઓને પ્રતિબંધીત પ્લાસ્ટિક ના ઉત્પાદન-વપરાશ અટકાવવા હુકમ કર્યો છે 


જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છાશવારે પ્લાસ્ટિક ડ્રાઈવ યોજી વેપારીઓ તથા પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી ઓ પર તવાઈ બોલાવે છે અને તાજેતરમા શહેરના બંદર રોડપર આવેલી પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડા પાડી મોટી માત્રામાં પ્રતિબંધીત પ્લાસ્ટિક નો જથ્થો કબ્જે કર્યો હતો ત્યારબાદ  બીએમસી ના અધિકારીઓ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે જૂના બંદરરોડ પર બે એકમોમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક નું ઉત્પાદન કરવામાં આવે છે 


આથી બીએમસી તથા ગુજરાત પ્રદૂષણ નિયામક બોર્ડ-ભાવનગર ની ટીમે એક સાથે આ બંને એકમોમાં રેડ કરી હતી જેમાં પ્રથમ જય પ્લાસ્ટિક નામના યુનિટમાં દરોડો પાડી ૩ હજાર કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક કબ્જે કર્યું હતું તથા આ એકમના માલિક જય ટિંગાણી વિરુદ્ધ કાયદાની રૂએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ બીજા યુનિટ માં "ક્રિષ્ના પોલીમર" નામની પ્લાસ્ટિક રીસાઈકલીંગ ફેકટરીમાં દરોડો પાડી અહીં થી પણ ૪૦૦ કિલ્લો પ્રતિબંધીત પ્લાસ્ટિક નો જથ્થો કબ્જે કર્યો હતો 


આ યુનિટ ના માલિક ઘનશ્યામ મુલાણી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બંને યુનિટોના માલિકોને જીપીસીબીની ટીમે નોટિસ ફટકારી હતી આ પ્લાસ્ટિક રીસાઈકલ ફેકટરીમાં પ્લાસ્ટિક વેસ્ટ ઓગાળી દાણા બનાવી આ દાણા માથી ૫૧ માઈક્રોનથી ઓછા માપદંડ ધરાવતા ઝબલાનુ ઉત્પાદન કરવામાં આવતું હતું હાલ બીએમસી એ બંને એકમો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application