હવે જામનગરવાસીઓને મળશે સુરત સુધીની લક્ઝરી કોચ સેવા

  • February 21, 2023 10:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2×2 લક્ઝરી કોચની ફાળવણી કરાતા જામનગરવાસીઓને હવે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો લાભ મળશે.

જામનગર એસ.ટી.ડેપોથી સુરત સુધી પરિવહન કરનાર આ લક્ઝરી કોચનું ગત તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,  રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેરના કોર્પોરેટરઓ, આગેવાનઓ તથા જામનગર એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક બી.સી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા એસ.ટી.વિભાગના પરિવહન અધિકારી જે.વી.ઇસરાણી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application