જાલીનોટ ચેનલ: ભરતથી શરૂ થઈ કડીઓ જોડાઈને પુના પહોંચી

  • January 20, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાણા માટે ભરતે મિત્ર તેજશને કહ્યું તેજશે ફાઈનાન્સર વિમલનો સંપર્ક કરાવ્યો, વિમલે પંજાબી ધાબાધારક ગુરપ્રિતસિંગનો ભેટો કરાવ્યો અને તેણે પુના રહેતા મામાના દીકરા કમલેશ પાસેથી નોટો મગાવી આપી




રાજકોટમાં આંગડિયાઓ મારફત જાલીનોટો ઘૂસાડવાના નેટવર્કનાં થયેલા પર્દાફાશમાં સાત શખસોની જાલીનોટ ચેનલ હાલ ખુલી છે. સૂત્રધાર પુનાનો કમલેશ હાથમાં આવ્યે હવે કમલેશ કયાંથી નોટો લાવતો અને કેવી રીતે રેકેટ ચલાવતો હતો તે ખુલશે.
સમગ્ર નેટવર્ક વિશે જાણવા મળ્યા મુજબ રાજુલાનો ભરત નાણા ભીડમાં હોવાથી તેણે રાજકોટનાં બિલ્ડિંગ રો–મટિરિયલ ધંધાર્થી તેજશને નાણા માટે વાત કરી હતી. તેજશે ફાઈનાન્સ પેઢી ધરાવતા જસદણના વતનીઓની વિમલ મયુરને વાત કરી હતી જો કે, વિમલ દ્રારા મોર્ગેજ કરાતી પ્રોપર્ટી પર જ ફાઈનાન્સ આપી શકે તેવી વાત કરી હતી.





કોઈપણ રીતે સગવડ કરવા માટે ભરત દ્રારા કહેવાયું હતું જેથી મિત્રતાના દાવે વિમલે કાલાવાડ રોડ પર પંજાબી ધાબો ધરાવતા ગુરૂપ્રિતસિંગ સાથે સંપર્ક કરાવ્યો તહો. ગુરપ્રિતસિં પુનામાં રહેતા પિતરાઈ ભાઈ કમલેશને વાત કરી હતી અને જાલીનોટોની પુરી ચેનલ જોડાઈ હતી. ગુરપ્રિતસિંગે પોતાનો પુના રહેતો મામાનો દીકરો કમલેશ શિવનદાસ જેઠવાણી ૪૫ હજારની અસલી નોટો સામે એક લાખની નકલી નોટ આપશે જે એકદમ સાચી જ દેખાશે તેવી વાત કરી હતી. ભરતને નાણાની જરૂર હોય તેણે પાંચ લાખ રૂપિયા મગાવતા ૪.૬૫ લાખની જાલીનોટો ગત તા.૯–૧ના રોજ કમલેશ પાસેથી ગુરપ્રિતસિંગે મગાવી હતી. આ નોટ ભરતે અસલી અને નકલી નોટો મીશ્રિત કરી જયાં નાણાની આપ–લે કરવાની હતી ત્યારે અલગ અલગ આંગડિયા કરીને આ નોટો ચલણમાં ઘૂસાડી દીધી હતી.


કમલેશે એક તબક્કે ૨૦ લાખની જાલીનોટો લઈને આવવા તૈયાર થયો હતો

પુનાનો કમલેશ હાલ તો જાલીનોટ સપ્લાયનો સૂત્રધાર હોવાનું ખુલી રહ્યું છે. પોલીસને હાલના તબક્કે કમલેશ હૈદરાબાદથી જાલીનોટો મગાવતો હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં રાજકોટ લવાયા બાદ કમલેશ કયાંથી નોટો મગાવતો? પોતે જ છાપતો હતો કે કેમ? આ દેશદ્રોહી નેટવર્કમાં અન્ય કોઈ સાથીદારો હતા? તો કોણ કોણ? સહિતના મુદે ઉંડી તપાસ થશે. એવી પણ વાત જાણવા મળે છે કે, કમલેશને જાલીનોટોના મોટા જથ્થા સાથે પકડવા પોલીસે વ્યવસ્થિત જાળ બીછાવી હતી. કમલેશ એક તબક્કે પુનાથી ૨૦ લાખથી વધુની જાલીનોટોનો જથ્તો સપ્લાય કરવા કે લાવવા તૈયાર થઈ ગયો હતો કોઈપણ રીતે ગધં આવી ગઈ હોય તેમ એ ડિવિઝન પોલીસનું આ આખુ ઓપરેશન ફલોપ જેવુ બન્યાની પણ ચર્ચા છે. જો કે, કમલેશ આવડો મોટો જથ્થો લઈને આવવાનો હતો કે કેમ? વાત સાચી હતી કે તથ્ય વિહોણી તે પોલીસ દ્રારા સ્પષ્ટ્ર થયરું નથી માટે હાલ તો વાત જ કે અફવા જ માની શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application