International Whiskey Day : વિશ્વની સૌથી મોંધી વ્હિસ્કીની કિંમત અધધ 25 કરોડ !

  • March 27, 2023 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં કિંમતી અને દુર્લભ વસ્તુઓની કોઈ કમી નથી. પરંતુ જો દારૂ જેવી વસ્તુની કિંમત કરોડોમાં હોય, તો તમે શું વિચારશો? કારણ કે આલ્કોહોલને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી, તો પછી એવી કઈ ખાસિયત છે જે અમુક દારૂને આટલો મોંઘો બનાવે છે. 

વિશ્વના સૌથી મોંઘા દારૂના મામલામાં ટેકવીલા લે.925 પ્રથમ આવે છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે તેની બોટલમાં જ 6400 હીરા જડેલા છે. હેનરી IV ડુડોગોન કોગ્નેક એ વિશ્વની બીજી સૌથી મોંઘી વાઇન છે. આની એક બોટલની કિંમત 56 લાખ 93 હજાર રૂપિયા છે. તેની બોટલ પણ 24 કેરેટ સોના અને પ્લેટિનમથી બનેલી છે.

ડીવા વોડકા પણ વિશ્વના સૌથી મોંઘા દારૂની શ્રેણીમાં સામેલ છે. ડીવાની એક બોટલની કિંમત 7 કરોડ 30 લાખ રૂપિયા છે. ડેલમોર 62 એ વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કીમાની એક છે. કારણ કે તેની એક બોટલની કિંમત 1.5 કરોડ રૂપિયાથી વધુ છે.

દુનિયાની સૌથી મોંઘી શેમ્પેનની વાત કરીએ તો અમાન્ડા ડી બ્રિગનેક મિડાસનું નામ સૌથી પહેલા આવે છે. આ શેમ્પેનની એક બોટલની કિંમત લગભગ 1 કરોડ 40 લાખ રૂપિયા છે. પેનફોલ્ડ્સ એમ્પૌલ એ વિશ્વની સૌથી મોંઘી રેડ વાઇન છે. આની એક બોટલની કિંમત લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા છે. 

વિશ્વમાં સૌથી વધુ વેચાતી વ્હિસ્કી બ્રાંડની વાત કરીએ તો પ્રથમ સ્થાને મેકડોવેલ છે. યુનાઈટેડ બ્રુઅરીઝ આ બ્રાન્ડ બનાવે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર તેનું વાર્ષિક વેચાણ 27.63 કરોડ લિટર છે. ભારતીય બ્રાન્ડમાં ઈમ્પેરિયસ બ્લુનું નામ ત્રીજા નંબર પર આવે છે. તે 'પર્નોડ રેકોર્ડ' કંપની દ્વારા બનાવવામાં આવે છે. તેનું વાર્ષિક વેચાણ 23.97 કરોડ લિટર છે.
​​​​​​​
ચોથા નંબર પર ભારતીય બ્રાન્ડ 'રોયલ સ્ટેગ'છે. જેનું વાર્ષિક વેચાણ લગભગ 19.80 કરોડ લિટર છે. ભારતીય કંપની 'જ્હોન ડિસ્ટિલરીઝ' દ્વારા બનાવવામાં આવતી ઓરિજિનલ ચોઈસ સાતમા નંબરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application