World Milk Day : ગાય, ભેંસ કે બકરીના દૂધના બદલે ભરપૂર પોષકતત્વો અને વિટામિન્સ સાથે ટ્રેન્ડમાં આવ્યા આ નવા દૂધ

  • June 01, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકના જન્મ પછી, જો તેને પોષણના રૂપમાં સૌથી પહેલા કંઈક આપવામાં આવે છે, તો તે દૂધ છે. દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. શરીરમાં હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો હાડકા પણ નબળા પડી જાય છે. દૂધ એક એવો આહાર છે જે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસનું જોખમ પણ ઓછું થાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે શરીરમાં કેટલું કેલ્શિયમ જરૂરી છે અને કયું દૂધ વધુ સારું છે.


ગાયનું દૂધ-

ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લેક્ટોઝ પણ હોય છે. આજકાલ લેક્ટોઝ ફ્રી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. A1 અને A2 પ્રકારના ગાયના દૂધની બે જાત બજારમાં ઉપલબ્ધ છે.


ભેંસનું દૂધ -

ભેંસના દૂધમાં ઘણી બધી ચરબી અને કેલરી હોય છે. આ સિવાય તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનો પણ સારો સ્ત્રોત છે. તેમાં ગાયના દૂધ કરતાં વધુ પ્રોટીન અને લેક્ટોઝ હોય છે.


ઊંટનું દૂધ -

ઊંટનું દૂધ બહુ લોકપ્રિય નથી પરંતુ તે વિટામિન સી અને આયર્નનો સ્ત્રોત છે. તેમાં ગાયના દૂધ કરતાં ત્રણ ગણું વધુ આયર્ન હોય છે. તેમાં એવા પોષક તત્વો હોય છે જે ગાયના દૂધમાં મળતા નથી. તેમાં હ્રદયની રક્ષા કરતા ફેટી એસિડ હોય છે જે ગાય અને ભેંસના દૂધમાં જોવા મળતા નથી. આ સિવાય તે વિટામિન B નો ખૂબ સારો સ્ત્રોત છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, સોડિયમ અને ઝિંક પણ ભરપૂર માત્રામાં હોય છે.


બકરીનું દૂધ -

બકરીના દૂધમાં ઓછી માત્રામાં લેક્ટોઝ હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં સંતૃપ્ત ચરબી હોય છે. આ સાથે ગાયના દૂધની જેમ તેમાં મેગ્નેશિયમ, વિટામિન એ અને સી પણ હોય છે.


સોયા મિલ્ક -

છેલ્લા બે દાયકામાં આ દૂધની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. જે લોકોને ડેરી મિલ્કથી એલર્જી હોય અને ઓછી ચરબીવાળા દૂધ લેવા માગે છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોલેસ્ટ્રોલ ફ્રી હોવાની સાથે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં હાર્ટ ફ્રેન્ડલી પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને ફાયટો-એસ્ટ્રોજન હોય છે. જો કે, વધુ માત્રામાં તેનો ઉપયોગ નુકસાનકારક છે.


કાજુ અથવા બદામનું દૂધ-

બદામ અને કાજુના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. તે વિટામિન E નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં કેલરી અને પ્રોટીન ઓછું હોય છે.

નારિયેળનું દૂધ-

નારિયેળના દૂધનો ઉપયોગ મોટાભાગે સૂપને ઘટ્ટ કરવા માટે થાય છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ઓછી માત્રામાં જોવા મળે છે. તેને પાણીમાં ભેળવ્યા વિના પી શકાય નહીં. જો કે, તે પાચન અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.


ચોખાનું દૂધ -

જે લોકોને ગાય, ભેંસ, સોયા, બદામના દૂધની એલર્જી હોય તેમના માટે આ દૂધ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ, આયર્ન, કોપર અને મેગ્નેશિયમથી ભરપૂર છે.

ઓટ મિલ્ક -

ચોખાના દૂધ જેવું જ ઓટનું દૂધ, એલર્જી ધરાવતા લોકો માટે વધુ સારો વિકલ્પ. તેમાં ચોખાના દૂધ કરતાં વધુ કેલ્શિયમ, ફેટ અને વિટામિન A હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application