શહેરના ગોંડલ રોડ પર અંબાજી કડવા પ્લોટ–૨માં રહેતા મયુરરાજ લાલજીભાઈ વાઘેલા ઉ.વ.૨૯ નામના યુવકે નાણાં ભીડ હળવી કરવા જતાં પોતાના ચાર ક્રેડીટ કાર્ડમાંથી ૧,૬૫,૭૦૦ની રોકડ રકમ ગુમાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવક પાસેથી હર્ષ સોમૈયા નામના મિત્રના મિત્રએ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લઈ પરત જ ન આપતા છેતરાયેલા મયુરે નવ માસના અંતે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ભેજાબાજ હર્ષને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
ફરિયાદની વિગત મુજબ મયુર ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલા રીલાયન્સ મોલમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. તેને ગત વર્ષે નાણાંની જરૂરીયાત પડતા જે તે સમયે મયુર અયોધ્યા ચોકમાં ટે્રન્ડ મોલમાં નોકરી કરતો હતો ત્યારે તા.૨૮૧૧૨૩ના રોજ કર્મચારી મિત્ર ધીરેન ધાબલીયાને વાત કરી હતી.
ધીરેને પોતાનો હર્ષ સોમૈયા નામનો મિત્ર છે તે ક્રેડીટ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડીને ૨ થી ૩ ટકાના કમીશન લઈને રકમ પરત આપે છે તેવી વાત કરી હતી. વિશ્ર્વાસમાં આવેલા મયુરે હર્ષનો સંપર્ક કર્યેા હતો. ધીરેન હર્ષને બોલાવતા તે આવ્યો હતો અને હર્ષે મયુરના ચાર ક્રેડીટ કાર્ડમાંથી ૧,૨૪,૮૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. મયુરે ઓટીપી હર્ષને આપ્યા હતા. નાણાં જમા થઈ જતા હર્ષે એક બે કલાકમાં રોકડા આપું છું તેમ કહી ત્રણેય છુટા પડી ગયા હતા.
બીજા દિવસે તા.૨૯૧૧ના રોજ હર્ષ મયુરનો સંપર્ક કર્યેા હતો અને કહ્યું હતું કે, નાણાની વ્યવસ્થા થઈ ગઈ છે. હજુ જો વધારે રકમની જરૂર હોય તો તમારી પાસે ચેક ક્રેડીટ કાર્ડમાં બેલેન્સ છે તે ટ્રાન્સફર કરી આપો એટલે બધી રકમ સાથે આપી દઉં. વિશ્ર્વાસમાં આવી ગયેલા મયુરે ક્રેડીટ કાર્ડમાંથી ૪૦,૯૦૦ રૂપિયા હર્ષને ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. નાણા જમા થયા બાદ હર્ષે એકાદ કલાકમાં આપી જાવ તેમ કહ્યું હતું. ત્યાર બાદ ફોન રીસીવ કરવાનું બધં કયુ હતું. જેથી મયુરે ધીરેનને વાત કરી ધીરેને પોતે નાણા કઢાવી દેશે ટેન્શન લેમાં તેમ કહી વાયદો કયર્ો હતો.
વારંવાર ઉઘરાણી છતાં હર્ષ નાણા આપતો નહીં અને ગલ્લ ા તલ્લ ા બહાના બતાવ્યે રાખતો હતો. ચાર માસ જેવો સમય વિત્યા બાદ અને મયુરે કમરમાં શક્રિયા કરાવી હોય સમય વિત્યા બાદ ક્રેડીટ કાર્ડના સ્ટેટમેન્ટ રજુ કરી પોલીસને અરજી આપતા જેના આધારે મયુરની ફરિયાદના આધારે હર્ષ સોમૈયા નામના શખસ સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech