સ્ત્રી 2નો વકરો 200 કરોડને પાર

  • August 19, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોથા દિવસ તોતિંગ કલેક્શન નોંધાવ્યું, 2024ની બીજી સુપરહીટ ફિલ્મ બની
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' રિલીઝના ચોથા દિવસે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મે ચોથા દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'ને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. એટલે જ ફિલ્મે રિલીઝના ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે અને આ ફિલ્મને વીકેન્ડ દરમિયાન મોટો ફાયદો મળ્યો છે.
15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં જ એટલી કમાણી કરી છે જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સ્ત્રી 2 એ ઓપનિંગ ડે પર જ શાનદાર કમાણી કરી હતી અને આટલું જ નહીં સન્ડે કલેક્શનની સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
આ ફિલ્મે પ્રીવ્યૂ અને રિલીઝ ડે સાથે 76.5 કરોડ રૂપિયાની મજબૂત ઓપનિંગ કરી હતી. ફિલ્મે બીજા દિવસે 41.5 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 54 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને રિપોર્ટ અનુસાર ચોથા દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 તેની રિલીઝના ચોથા દિવસે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 227 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને આ સાથે તે વર્ષની બીજી બોલિવૂડ ફિલ્મ બની છે, જેણે 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. અગાઉ, આ ફિલ્મ તેના ત્રીજા દિવસના કલેક્શન સાથે વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
અમર કૌશિકે ફિલ્મ 'સ્ત્રી 2'નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સિવાય અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને વરુણ ધવનનો પણ શાનદાર કેમિયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application