ભ્રષ્ટાચાર સામે આવકવેરા વિભાગ અને ઇડીની કાર્યવાહી, હૈદરાબાદમાં 100 ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન

  • October 06, 2023 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બંને એજન્સીઓએ કૌભાંડો અને મની લોન્ડરિંગ મામલે ત્રણ રાજ્યોમાં મોટાપાયે દરોડા પાડ્યા છે. ઇડીએ બંગાળમાં ભરતી કૌભાંડમાં ખાદ્ય મંત્રી રથિન ઘોષના ઘર સહિત ૧૩ સ્થળો પર દરોડા પાડ્યા હતા, જ્યારે આઈટી વિભાગે હૈદરાબાદ અને તમિલનાડુમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.


આઈટી અધિકારીઓની લગભગ ૧૦૦ ટીમો હૈદરાબાદમાં ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરોના ઠેકાણાઓ પર સર્ચ કરી રહી છે. સવારથી જ આ તમામ લોકોના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગે કેટલીક ચિટ ફંડ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ અને તેમના ડિરેક્ટરો પર પણ દરોડા પાડ્યા હતા.


અધિકારીઓ હાલ આવકવેરા ચોરીની ફરિયાદોની તપાસ કરી રહ્યા છે.આ ઉપરાંત તેઓ નાણાકીય વ્યવહારોના રેકોર્ડની તપાસ કરી કરશે. કુકટપલ્લી, અમીરપેટ, શમશાબાદ અને જ્યુબિલી હિલ્સ જેવા વિસ્તારોમાં કેટલાક પરિસરમાં સર્ચ ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગ તમિલનાડુમાં ડીએમકે સાંસદ એસ જગતરક્ષકના ઘરે પણ દરોડા પાડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application