મસિતીયામાં અશ્ર્વ-ઊંટ ગાડી રેસ

  • March 10, 2023 07:27 PM 

જામનગર નજીક મસીતીયા ગામમાં હજરત કમરૂદ્દીનશા બાબાની ૧૨૫ માં ઉર્ષ મુબારક નિમિત્તે બુધવાર તા ૮.૩.૨૦૨૩ ને ધુળેટીના વહેલી સવારે અશ્વ રેસ નું આયોજન કરાયું હતું.

​​​​​​​જેમાં ખાસ કરીને મસીતીયા ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, આ ઉપરાંત ઉંટગાડી રેસ પણ યોજાઇ હતી અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બન્ને રેસથી લોકોમાં ભારે આકર્ષણ ફેલાયું હતું, ઉપસ્થિત લોકોએ પોતપોતાના સમર્થકો માટે જીતના પોકારો કર્યા હતાં અને એક તબકકે રેસકોર્ષ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, આ ઉજવણી માં દાતાશ્રીઓ દ્વારા ન્યાજ- સરબતનું પણ વિતરણ કરાયું હતું 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application