વાંકાનેરના ખખાણા ગામે બે આંખલાની લડાઇમાં હડફેટે ચડી જતાં કિશોરને ઇજા

  • January 19, 2023 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં રખડતા ઢોરનો ત્રાસ હવે કોઇ નવી વાત નથી.હાઇકોર્ટે પણ રખડતા ઢોરના ત્રાસ બાબતે સરકરાને આકરી ટકોર કરી હતી.તેમછતા લોકોને રખડતા ઢોરની સમસ્યમાંથી મુકિત મળી નથી.રખડતા ઢોરની રંજાડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વાંકાનેર તાલુકાના ખખાણા ગામે બે આંખલાની લડાઇમાં ૧૭ વર્ષનો કિશોર હડફેટ ચડી જતા તેને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
​​​​​​​
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતો જયેશ કનૈયાલાલ પોરીયા(ઉ.વ ૧૭) નામનો કિશોર ગઇકાલે સાંજે ઘર બહાર બજારમાં હતો ત્યારે યુધ્ધે ચડેલા બે આંખલાએ ઓચિંતા કિશોરને હડફેટે લેતા તે નીચે પટકાયો હતો અને તેને માથાનાભાગે ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયેશ બે ભાઇના પરિવારમાં મોટો છે. આ ઘટનામાં તેને માથાનાભાગે ઇજા પહોંચી હોવાનું માલુમ પડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application