માલદામાં બે આદિવાસી સ્ત્રીઓના અન્ય મહિલાઓએ જાહેરમાં કપડા ફાડ્યા, વિડીયો વાઈરલ થતા બંગાળમાં ફરી સુરક્ષા પર ઉઠયા સવાલ

  • July 22, 2023 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરની જેમ પશ્ચિમ બંગાળના માલદામાં પણ બે મહિલાઓ સાથે લોકોએ બળજબરી કરી કપડા ફાડ્યા હોવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ ત્રણથી ચાર દિવસ પહેલા માલદાના પાકુહાટમાં બે મહિલાઓને બેરહેમીથી મારવામાં આવી હતી અને તેમના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. ગઈકાલે વાયરલ વીડિયો સામે આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે સ્થાનિક મહિલાઓએ હાટમાં ચોરીના આરોપમાં બે મહિલાઓને ઘેરી અને માર માર્યો અને તેમના કપડા ફાડી નાખ્યા. બાદમાં પોલીસ દ્વારા પીડિતાને બચાવી લેવામાં આવી હતી અને હાટમાંથી દૂર લઈ જવામાં આવ્યા હતા. સંજ્ઞાન લેતા, પોલીસે આજે કેસ નોંધ્યો છે, કારણ કે કોઈપણ બાજુથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.


પીડિતાની દીકરીએ મીડિયાને જણાવ્યું કે બંને મહિલાઓ મંગળવારે માલદાના બામંગોલા પાકુહાટમાં લીંબુ વેચવા નીકળી હતી. ત્યાં એક વ્યક્તિએ લોકોને ઉશ્કેર્યા કે આ મહિલાઓએ ચોરી કરી છે અને તેઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો. શું ચોરાયું તે કોઈ કહી શક્ય ન હતા. માર મારતી વખતે તેઓએ તેમના કપડા પણ કાઢી નાખ્યા હતા. મારી માતા લીંબુ વેચવા જાય છે. માતા હજુ જેલમાં છે. પોલીસે મારી માતા અને કાકીને જેલમાં મોકલી દીધા. જાણ થયા બાદ અમે જેલમાં મળવા ગયા હતા. જો કે પોલીસે તેમણે મારનારાઓને પકડ્યા નથી.


માલદાની ઘટના પર બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે પશ્ચિમ બંગાળમાં હજુ આતંક ચાલુ છે. માલદાના બમંગોલા પોલીસ સ્ટેશનના પાકુઆ હાટ વિસ્તારમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને, અત્યાચાર અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી. આ ભયાનક ઘટના 19મી જુલાઈની સવારે બની હતી. મહિલા સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોમની હતી અને ઉગ્ર ટોળું તેમને મારી રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application