પોરબંદરના ખાપટ ગામે મહિલાએ પોતાના ઘરમાં શરૂ કર્યુ હતુ જુગારધામ

  • September 20, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ખાપટ ગામે એક મહિલાએ તેના મકાનમાં જુગારધામ શ‚ કરીને બહારથી જુગારીઓને એકત્ર કર્યા છે તેવી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો જેમાં જુગારનો અખાડો ચલાવનાર મહિલા સહિત ચાર ઇસમોની ૬૪,૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.
ખાપટના નવાપરામાં રહેતી ‚પીબેન હરીશ આગઠે પોતાના ઘરમાં જુગારધામ શ‚ કર્યુ છે તેવી લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બટુકભાઇ વિઝુંડા અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ માવદીયાને માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગારનો અડ્ડો શ‚ કરનારી ‚પીબેન પણ જુગાર રમતી હતી તે ઉપરાંત બોખીરાની જનકપુરી સોસાયટીમાં રહેતો વિજય રતિલાલ ‚પારેલ, જી.આઇ.ડી.સી.માં ગીતાનગર સામે રહેતો પરબત રણમલ મોઢવાડીયા અને કુછડી ગામે બસ સ્ટેશન પાસે રહેતો વેજા જીવા કુછડીયા પણ જુગાર રમતા હતા તેથી પોલીસે ૬૪,૫૦૦ની રોકડ કબ્જે કરીને તમામ સામે કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application