સંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....

  • April 09, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના નાનકપુરી ખાતે આવેલ સિંધી સમાજ ના સૂફી સંત અમર શહીદ કંવરરામ સાહેબના ના ૧૪૦ જન્મોત્સવ ને લઇ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ની અમરકથા નો ત્રિદિવસીય આયોજન બાદ ચોથા દિવસે ભગત કંવરરામ સાહેબ ના જન્મજ્યંતી ની ઉજવણી કરાશે.


તા. ૧૦ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ભગવાન ઝુલેલાલ જીવની  ઝુલેલાલ અમરકથા નું ત્રિદિવસીય આયોજન કરાયુ છે જેમાં ઇન્દોર થી કથાવચક ગુરમુખદાસ ત્રણ દિવસ સુધી રાત્રે ૦૯:૦૦ કલાકે આ કથા નું વ્યાસપીઠે થી કંઠન કરી ભક્તો ને કથા નું રસપાન કરાવશે.જે કથા નું ૧૨ એપ્રિલ ના રોજ સમાપ્તી કરી ભોગ લગાવવામાં આવશે અને રાત્રી ના ઝુલેલાલ મ્યુઝિક સત્સંગ ભજન નું આયોજન કરાયું છે.

​​​​​​​ જે બાદ અંતે ૧૩ એપ્રિલે ભગત કંવરરામ સાહેબના ૧૪૦ મો જન્મોત્સવ તિથિ ની ઉજવણી કરાશે જેમાં સવારે ધ્વજારોહણ કરી મંગલા આરતી બાદ સાંજે ૦૬:૦૦ કલાકે મંદિર નજીક ના વિસ્તાર માં ફેરી સરઘસ કાઢવામા આવશે જે બાદ ભંડારા પ્રસાદ નું આયોજન કરાયું છે આ તકે ધર્મપ્રેમીઓને ત્રિદિવસીય કથાનો અને  જન્મજયંતી પ્રસંગનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.જે સંત કંવરરામ સાહેબ મંદિર સેવા સમિતિ દ્વારા અખબારયાદી માં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application