રાશિફળ : ધાર્મિક કાર્યમાં આ રાશિના જાતકોને મળશે સફળતા, જાણો આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે

  • November 05, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ સપ્તાહ દરમિયાન સૂર્યનું ભ્રમણ તુલામાં રહેશે જ્યારે ચંદ્રનું ભ્રમણ કર્ક, સિંહ, કન્યામાં રહેશે. મંગળનું ભ્રમણ તુલામાં રહેશે. બુધ તુલામાં રહેશે ૭-૧૧થી બુધ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ મેષમાં રહેશે. શુક્ર કન્યામાં રહેશે. શનિ કુંભમાં રહેશે. રાહુ મીનમાં, કેતુ કન્યામાં અને હર્ષલ મેષમાં રહેશે. નેપ્ચ્યુન મીનમાં અને પ્લુટો મકરમાં રહેશે.

મેષ

નોકરીમાં સફળતા રહે, વ્યવસાયમાં લાભ, નવી એજન્સીની આવે, મિલકતમાં અચાનક લાભ, ધાર્મિક કાર્યમાં સફળતા, તે ઓફર શેર સટ્ટાથી જાળવવું. માતાનો સહકાર સારો રહે.

સ્વાસ્થ્ય બાબત કોઈ બેદરકારી ન રાખવી. વડીલોપાર્જીત મિલકતના પ્રશ્નોમાં અચાનક લાભ રહે. નકારાત્મક વિચારો ટાળજો. મિત્ર વર્તુળમાં વધારો થાય. ભાઈ-બહેનોથી સાથ સહકાર સારો રહેવાનો. પરિવારમાં વૃધ્ધી થાય. લકઝરી ચીજવસ્તુ પાછળ નાણાકીય ખર્ચ રહેવાનો. રહેણાંકના મકાનમાં રીનોવેશન ઇચ્છા ફળે. રાજકીય લાભની આશા ફળે. નવી ઓળખાણ થાય.

વૃષભ

વ્યવસાયમાં નવું રોકાણ ન કરવું, નોકરીમાં સ્થિરતા રાખવી. ઉપરી વર્ગને સહકાર દેવો. શેર સટ્ટામાં જાળવવું. મિલકતની ખરીદી બાબત અનુકુળતા રહેવાની,

પરિવારના સભ્યો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. ભાઈ- બહેનો સાથે સુમેળ રાખવો. ગુસ્સાને ટાળજો. શૈક્ષણિક પ્રવૃતિમાં રૂચી વધવાથી લાભ રહે. અપરીણીતોને સગાઈ બાબતના કાર્યમાં આવતા અવરોધો દૂ થાય. મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી, સાઈડ આવક વધારવાના પ્રયત્નો ફળવાના, મેડીટેશન યોગથી સ્વાસ્થ્યમાં સુધારો થાય. ધાર્મિક જગ્યાએ પ્રવાસનું આયોજન થાય.

મિથુન

વ્યવસાયમાં પરિવર્તન ન કરવું, નોકરીમાં મનગમતી જગ્યા મળે. શેર સટ્ટામાં લાભ, મિલકતની ઈચ્છા ફળે, ધાર્મિક કાર્યમાં સફળતા રહે. સગાઈ-લગ્નના કાર્યમાં સફળતા, વીદેશ જવાની ઈચ્છા ફળે.

મિત્ર વર્તુળનો સહકાર રહે. આત્મવિશ્વાસ વધારવો. સ્વાસ્થ્ય બાબત યેનકેન પ્રકારે નબળો સમય રહે. અંધશ્રધ્ધામાં ન અટવાતા, આધ્યાત્મિક વિચારોને અપનાવવાથી લાભ. મિત્ર વર્તુળ સાથે વ્યવસાય અંગેની ચર્ચા વિચારણા થાય. | ભાગીદારો સાથે નવા કમિટમેન્ટ થાય. જૂના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

કર્ક

નોકરીમાં અધિકારી વર્ગને સહકાર દેવો. વેપારમાં ખરીદી બાબત સાવધાની જરૂરી. શેર સટ્ટાથી દૂર રહેવું. મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા, ભાગીદારોનો સહકાર રહે. સગાઈની ઈચ્છા ફળે.

નાણાકીય બાબતોને કોઈને કોઈ ટેન્શન રહે. ઉધારાથી દૂર રહેજો. પરિવારના સભ્યો સાથે મતભેદથી દૂર રહેજો. નાણાની પ્રાપ્તી માટે નવી યોજનાઓ કરવાની ઇચ્છા આગળ વે. સંતાનોની સગાઈના કાર્યો આગળ વધે. ઇમ્પોર્ટ- એક્સપોર્ટના બીઝનેસમાં આર્થિક લાભ રહે.

સિંહ

સપ્તાહ દરમિયાન નોકરીમાં વિપરીત સ્થિતીનો સામનો રહે. સ્થિરતા રાખવી, પિતા સાથે મતભેદો ટાળવા, વેપારમાં ઉધારીથી દૂર રહેવું. ખરીદીમાં સાવધાની રાખવી. ભાઈ-બહેનો કે મિત્રોનો સહકાર રહે. ભાગીદારી ઓફર આવે. સાહસિક વૃત્તિથી દૂર રહેજો. અગત્યના કાર્યો તમારે પોતે જ કરવા. સ્વાસ્થ્ય બાબત બ્લડપ્રેશરની તકલીફ વાળાઓએ જાળવવું, ગુરુ, શુક્રવાર લાભ દાયક.

અહિં તમારે અનિચ્છાએ કેટલાક કાર્યો કરવા પડે. અકારણ મન ઉપર બોજ રહેવાનો. પિતાશ્રી સાથે દલીલબાજીથી દૂર રહેવું. સંતાનોનો સહકાર રહે. મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી. તમારી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવાથી લાભ રહેવાનો છે વિદેશથી લાભ મળવાનો.

કન્યા

સપ્તાહ દરમિયાન વેપારમાં નવી લાઈન મળે. નોકરીમાં કાર્યભાર રહે. નિકટના સાથીઓના સહકારથી અભિયાન સફળ થાય. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. ધીરજપૂર્વકના નિર્ણયો લાભદાયક રહે. ખર્ચ ઉપર કાબુ રાખવો. પરિવારના વ્યવસાયથી લાભ. સ્વાસ્થ્ય બાબત આંખને લગતી તકલીફથી જાળવવું.યાત્રા પ્રવાસ સફળ થાય. જમીન-મકાનના કાર્યથી દૂર રહેવું. રવિવાર, સોમવાર સફળતાવાળા.

લાગણીઓને કાબુમાં રાખવી, વિવાદાસ્પદ ચર્ચાઓ ટાળવી. લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં સાવધાની રાખવી. મહત્વની મિટીંગનું આયોજન થાય. નવું ઈન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહેજો. પ્રિયપાત્ર સાથે ગેરસમજ ઉભી ન થાય. તેનું ધ્યાન રાખવું, સામાજિક કાર્યોમાં સફળતા વાળો સમય કહી શકાય. 

તુલા

5 વેપારમાં મનચાહી સફળતા રહે. ટેન્શન હળવું થાય. ગુસ્સાને કાબુમાં રાખવો. નોકરીમાં બદલી, પ્રમોશનના ચાન્સ, ભાઈ- બહેનોથી લાભ, આત્મવિશ્વાસને કાબુમાં રાખવો. ભાગ્યોદયની તક માટે ઉત્તમ સમય. ભાગીદારોનો સહકાર રહેવાનો. પ્રતિષ્ઠા વધવાની, આવકનું પ્રમાણ વધે. મુસાફરીમાં સફળતા.

અપરીણીતોને અચાનક જ લગ્ન કે સગાઈનો યોગ ઉભો થવાનો. સંયુક્ત પરિવારની મિલકતના પ્રશ્નોમાં સફળતા, પ્રિયપાત્રની મુલાકાત થાય. લખાણ- દસ્તાવેજોના કાર્યોમાં સફળ થવાના.

વૃશ્વિક

નોકરીમાં કાર્યભાર રહેવાનો. ઉપરી વર્ગ સાથે સુમેળ રાખવો. વેપારમાં નાણાકીય બાબતોને લઈને પ્રગતિમાં અવરોધ રહે. મહત્વના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. આંખને લગતી તકલીફથી જાળવવું. પરિવારના સભ્યોને સમજવાની કોશિષ કરવી. ભાઈ–બહેનોથી લાભ મળવાનો, સરકારી કાર્યોથી દૂર રહેવું. 

વ્યર્થ દલીલબાજીથી દૂર રહેવું. થોડી ધીરજ રાખવાથી મુશ્કેલીમાંથી જરૂર કોઈ રસ્તો મળવાનો. યુવા વર્ગને રોમાન્સમાં સફળતા મળવાની, કાનૂની પ્રશ્નોમાં તારીખો લંબાવવાથી લાભ મળવાનો.

ધન

નોકરીમાં લાભની આશા ફળે. પગાર વધારો થાય. વેપારમાં મશીનરી લાઈનથી વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે.નવી યોજનામાં સફળતા રહે. રાજકીય લાભ રહે. મિત્ર વર્તુળમાં વધારો થાય. માતુશ્રીનું માર્ગદર્શન ધ્યાનમાં લેવું, ભાઈ-બહેનોને ત્યાં માંગલિક પ્રસંગો ઉભા થાય.

લગ્ન ઈચ્છુકોને મનગમતી ઓફર આવે, સામાજિક પ્રતિષ્ઠા વધે. આત્મવિશ્વાસજાળવી રાખવો. સંતાન યોગ માટે સફળતાવાળો સમય રહેવાનો. બહુ અધીરા ન બનવું. પ્રવાસની ઈચ્છા ફળવાની.

મકર

વેપારમાં પ્રગતિ રહે. નવા ઓર્ડર મળે. કાર્યક્ષેત્રનો વિકાસ થાય. નોકરીમાં કાર્યભાર રહે. કોઈ પરિવર્તન ન કરવું. ભાઈ- બહેનો સાથે દલીલબાજી ટાળવી. ઈ-મેઈલ દ્વારા સારા સમાચાર મળે. ઉત્સાહમાં વધારો થાય. કાનૂની પ્રશ્નોમાં સફળતા વાળો સમય રહે.

લખાણ કે દસ્તાવેજોના કાર્યોમાં સફળતા મળવાની, રહેણાંકના મકાનમાં સુધારા-વધારા થાય, મિલકતના પ્રશ્નોમાં કોઈની મદદથી લાભ મળે. સામાજિક પ્રતિષ્ઠા વધવાની.

કુંભ

વ્યવસાયમાં લાભ રહે. નોકરીમાં મનગમતી જગ્યા મળે. પ્રતિષ્ઠા વધે. પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે. હરીફો ઉપર વર્ચસ્વ વધે. લખાણના કાર્યોમાં અનુકુળતા, પ્રવાસમાં સફળતા રહે છતા શક્ય હોય તો પ્રવાસ ટાળજો.

નવી ધંધાકીય યોજનામાં સારી સફળતા રહે. જીવનસાથીના આરોગ્ય બાબત જાળવવું. વિજાતીય પાત્ર સાથેના સબંધો ગાઢ બને કે લગ્નમાં પરિવર્તન થાય. અહીં કોઈ ભીડભાડ ન થાય તે બાબત ધ્યાન રાખવું. તમાકુ જેવા વ્યસનથી દૂર રહેજો.

મીન

નોકરીમાં સમાધાનકારી વલણ અપનાવવું, લાભ રહેશે, વ્યવસાયમાં સફળતા રહે. સગાઈના કાર્યમાં લંબાણ થાય. શેર સટ્ટામાં લાભ, મિલકતથી લાભ, ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય છતા ભીડભાડથી દૂર રહેજો, શક્ય હોય તો પ્રવાસ ટાળવો.

મહત્વના કાર્યોને પ્રાધાન્ય આપવું.આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળે. પ્રિયપાત્ર સાથે ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખવું. સંતાનોને પ્રોત્સાહિત કરજો. દેશ અને વિશ્વની મહામારીને ધ્યાનમાં રાખવી. કોઈપણ આયોજન કરતા પહેલા ખાસ તકેદારી રાખવી. મિત્રો સાથે કોન્ટેક્ટ રાખવો. વડીલોને સહકાર દેવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application