ખાપ દ્વારા આજે હરિયાણા બંધનું એલાન, 18 જુને ભારત બંધ

  • June 14, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં દૂધ, ફળ અને શાકભાજીના પુરવઠા ઉપર અસર

 બ્રિજ ભૂષણની ધરપકડની માંગ સહિતના 25 મુદ્દાની માંગ પર 21 સભ્યોની સમિતિ


રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ અને લોન માફી સહિતના અનેક મુદ્દાઓને લઈને ખાપ પંચાયતો દ્વારા આજે હરિયાણા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય દેશની રાજધાની દિલ્હીનું દૂધ અને શાકભાજી બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. 3 દિવસ પહેલા ઝજ્જર જિલ્લાના બહાદુરગઢના મંડોથી ટોલ પ્લાઝા ખાતે આયોજિત જનતા સંસદમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ખાપ પંચાયતે આ મુદ્દે ૧૮ જુને ભારત બંધનું એલન પણ આપ્યું છે.

ખાપ પંચાયતો દ્વારા હરિયાણા બંધના એલાનને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં બંધની અસર દેખાઈ રહી છે ત્યાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય. ખાપ, ખેડૂતો ઉપરાંત વિવિધ રાજકીય પક્ષો પણ આજના બંધમાં ભાગ લઈ શકે છે.
​​​​​​​

ખાપ અને કિસાન સંગઠનના એલાન પર હરિયાણામાં બંધની વ્યાપક અસર જોવા મળે છે તો રાજધાની દિલ્હી પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. કારણ કે દરરોજ લાખો મુસાફરો રેલ્વે અને બસ દ્વારા દિલ્હી જાય છે. આટલું જ નહીં, બંધની સાથે જ દિલ્હીમાં પાણી, શાકભાજી અને દૂધનો પુરવઠો રોકવાની પણ વાત કરવામાં આવી છે. જો આજે પણ ખેડૂત આંદોલનની જેમ દૂધ અને શાકભાજીનો પુરવઠો પ્રભાવિત થશે તો દિલ્હીના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

14મી જૂને હરિયાણા બંધ બાદ 18મી જૂને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ માટે ખાપના પ્રતિનિધિઓ, સંગઠનો, બિઝનેસ બોર્ડ અને વિવિધ રાજ્યોના રાજકીય પક્ષોને કોલ કરવામાં આવ્યા છે. 25 મુદ્દાની માંગણીઓને લઈને 21 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. 21 સભ્યોની આ સમિતિ એમએસપી, લોન માફી અને બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડના મુદ્દે સરકાર સાથે વાતચીત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application