ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા : ₹15નો વધારો, ગૃહિણીઓમાં દેકારો

  • April 05, 2023 03:18 PM 

ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા : ₹15નો વધારો, ગૃહિણીઓમાં દેકારો


મોંઘવારીના વધતા જતા ડામને લઇને લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. તમામ વસ્તુઓમાં વધતા જતા ભાવને લઇને લોકોને ઘર ચલાવવું હવે અઘરું બની ગયું છે. દૂધ, શાક, અનાજ, કઠોળ જેવી જીવન જરૂરિયાતના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગને હેરાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવ સ્થિર રહ્યા બાદ ફરી તેમાં ઉછાળો આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ₹15નો વધારો ઝીંકવામાં આવ્યો છે.


ખાદ્યતેલના ભાવમાં ફરી એક વાર ભડકો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.15નો વધારો થતાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2945/-એ પહોંચ્યો અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1890/- પહોંચ્યો છે. કપાસિયા તેલમાં બે દિવસમાં રૂ.30નો વધારો થયો છે. સાથે જ પામતેલમાં એક સપ્તાહમાં રૂ.120નો ભાવ વધારો નોંધાયો છે. ખાદ્યચીજોના વધતા જતા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application