સોમનાથમાં ગુજરાતનો ગરબો કાર્યક્રમમાં ખેલૈયાઓની રમઝટ

  • December 07, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ’ગુજરાતના ગરબા’નું નામાંકન યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના અઢારમા સત્રમાં અંકિત થયું છે. ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને યુનેસ્કોને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા આ માઈલસ્ટોનની ઉજવણી કરતાં રામ મંદિર ખાતે જિલ્લા  પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને ગુજરાતનો ગરબો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સર્વેએ જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
આ તકે, જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ગરબા એ ગુજરાતની પુરાતન સંસ્કૃતિ છે. ગરબો એ ગુજરાતીઓની રગોરગમાં વણાયેલો છે. નૃત્ય અને ઉમંગનો આ તહેવાર સમગ્ર વિશ્વમાં લાંબા ચાલતા તહેવાર તરીકે જાણીતો છે. જેને યુનેસ્કોએ આ એક નવી ઓળખ આપી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવવંતી ક્ષણ છે. આ તકે, જિલ્લા  યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતનો ગરબો કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ ઈણાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાને સમર્પિત ’ઘમર ઘમર મારૂ વલોણું’ રાસ તેમજ કચ્છી પરંપરાના ગરબાની પ્રસ્તુતી કરી હતી. ઉપરાંત પીટીસી કોલેજ પ્રભાસ પાટણ દ્વારા ’મન મોર બની થનગાટ કરે’ પર પરંપરાગત ગરબાની અને મહાદેવ ગૃપ દ્વારા ’રાસડો જામ્યો’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 
નૃત્યના સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભક્તિના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય તેવા શુભ 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application