રાજકોટ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આજે રજુ કરેલા બજેટમાં ૨૬ પ્રોજેકટ સુચવ્યા છે. જેમાં સ્વાદ શોખીનોના શહેર રાજકોટમાં અવારનવાર પકડાતા ભેળસેળના કૌભાંડોને નાથવા માટે શહેરમાં ફત્પડ લેબોરેટરી બનાવવા પણ બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશનરે સુચવેલા નવા પ્રોજેકટમાં (૧) વોર્ડ નં.૪માં રાજલમી મેઈન રોડ ઉપર ૩ કરોડના ખર્ચે બ્રિજ (૨) વોર્ડ નં.૧૮માં કોઠારીયા મેઈન રોડ ઉપર રૂા.૩.૫૦ કરોડના ખર્ચે નવું ગોડાઉન બનાવવા (૩) શહેરમાં સાત નવા ફાયર સ્ટેશન બનાવવા (૪) આજીડેમથી રામવન તરફ જવાના રસ્તે ૩.૪૫ કરોડના ખર્ચે બોટનીકલ ગાર્ડન બનાવવા (૫) શહેરમાં ટ્રી મોનીટરીંગ માટે રૂા.૫૦ લાખની જોગવાઈ (૬) રાજકોટ શહેરના કુવાડવા રોડ, ગોંડલ રોડ અને જામનગર રોડ ઉપર શહેરની હદ શરૂ થતી હોય ત્યાં આગળ કુલ રૂા.૨ કરોડના ખર્ચે પ્રવેશદ્રાર બનાવવા (૭) વોર્ડ નં.૧૦માં નવી લાઈબ્રેરી માટે રૂા.૧.૭૧ કરોડ અને વોર્ડ નં.૧૧માં કણકોટ મેઈન રોડ પર અક્ષર પ્રાઈમ પાસે રૂા.૭ કરોડના ખર્ચે લાઈબ્રેરી બનાવવા (૮) વોર્ડ નં.૧૮માં કોઠારીયા મેઈન રોડ ઉપર રણુજા મંદિર પાસે તેમજ કોઠારીયા સ્મશાન નજીક ખોખડદળ નદી પાસે રૂા.૩ કરોડના ખર્ચે બોકસ કલ્વર્ટ બનાવવા તેમજ કોઠારીયા નદીની પુર્વે કેસરીનંદન પાસેના જુના કોઝવેનું નવિનીકરણ કરવા રૂા.૨ કરોડની જોગવાઈ (૯) શહેરના વિકસતા તેમજ નવા ભળેલા વિસ્તારો જ ેમાં વોર્ડ નં.૧૧માં વગડ ચોકડીથી ટીલાળા ચોક સુધીના પાળ રોડને રૂા.૭ કરોડના ખર્ચે સિમેન્ટ ક્રોકીંટ રોડ બનાવવા (૧૦) વોર્ડ નં.૯માં ટીપી સ્કીમ નં.૧૮ મુંજકામાં કોસ્મોપ્લેકસ પાસેથી ૧૫૦ ફત્પટ રીંગરોડને જોડતો ૧૮ મીટર પહોળાઈનો રોડ બનાવવા માટે ૮ કરોડ, (૧૧) વોર્ડ નં.૯માં ફર્ન બ્લાસ્ટથી ઈસ્કોન મંદિર સુધીના રસ્તાને ડેવલપ કરવા રૂા.૭ કરોડની જોગવાઈ, વોર્ડ નં.૧૨માં પુનીતનગરથી રસુલપરા–કાંગશીયાળી રોડને જોડતા રસ્તાને ડબલ ટે્રક બનાવવા માટે રૂા.૫ કરોડની જોગવાઈ (૧૨) વોર્ડ નં.૧૦માં અધતન ફત્પડ લેબોરેટરી બનાવવા રૂા.૩.૫૦ કરોડની ફાળવણી (૧૩) વોર્ડ નં.૧૦માં અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલની બાજુમાં આવેલ અનામત પ્લોટમાં ૧.૭૧ કરોડના ખર્ચે સ્કુલ બનાવવા જોગવાઈ (૧૪) વોર્ડ નં.૧૦માં નાનામવા ટીપી સ્કીમ નં.૫માં આરકેેનગર મેઈન રોડ ઉપર ૧.૨૮ કરોડના ખર્ચે ઈંગ્લીશ મીડીયમ સ્કુલ બનાવવા (૧૫) વોર્ડ નં.૬માં ટીપી સ્કીમ નં.૭ના ફાઈનલ પ્લોટ નં.૧૪૩માં રૂા.૧.૭૧ કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવા (૧૬) ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા રૂા.૫.૦૯ કરોડની જોગવાઈ તેમજ (૧૭) ડ્રેનેજના કામોમાં ૫૦ એમએલડીની કેપેસીટનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રૂા.૫ કરોડની જોગવાઈ સુચવી છે. આ મુજબ બજેટમાં ઉપરોકત અનુસારના કુલ ૨૬ નવા પ્રોજેકટ રજુ કરાયા છે જેને કમિશનરે મહત્વપુર્ણ પ્રોજેકટ ગણાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જિલ્લા પંચાયતની તા. 17 માર્ચે બજેટ પાસ કરાવવા ખાસ સામાન્ય સભા
February 28, 2025 10:00 AMઆજે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવે તો ભારત સામે સેમિફાઇનલ!, આ રહ્યું સમીકરણ
February 28, 2025 09:52 AMGPSCની ભરતી પરીક્ષા માટે આવતીકાલથી ભરાશે ફોર્મ, 1751 જગ્યાઓ માટે ભરતી
February 27, 2025 11:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech