ભગવાન રામ અને માતા સીતાના ખોટા ચિત્રણ કરવા બદલ મેકર્સ સામે નોંધાઈ FIR, ફરીવાર 'આદિપુરુષ' ટિમેં કરી આવી ભૂલ 

  • April 05, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ સ્ટારર આદિપુરુષ સતત વિવાદોમાં ફસાયેલી છે અને તેને જોતા મેકર્સે ફિલ્મની રિલીઝને લઈને મોટો નિર્ણય લીધો હતો. ફિલ્મની ટીમ, જે તેના VFXને લઈને સતત વિરોધનો સામનો કરી રહી હતી જે બાદ નિર્માતાઓએ VFX બદલવાનું નક્કી કર્યું હતું.


પરંતુ ફિલ્મ 'આદિપુરુષ'ની મુસીબતો અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફિલ્મના નવા પોસ્ટરને લઈને વિવાદ ઉભો થયો છે અને 'આદિપુરુષ'ના દિગ્દર્શક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


પોતાને સનાતન ધર્મના પ્રચારક ગણાવતા સંજય દીનાનાથ તિવારીએ મુંબઈ હાઈકોર્ટના વકીલો આશિષ રાય અને પંકજ મિશ્રા મારફત 'આદિપુરુષ'ના નિર્દેશક-નિર્માતા વિરુદ્ધ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


ફરિયાદમાં હિંદુ પૌરાણિક કથાના પાત્રોને યોગ્ય રીતે ન દર્શાવવા અને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સંજયે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે પવિત્ર ગ્રંથ રામચરિતમાનસમાંથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન ચરિત્ર પર 'આદિપુરુષ' બનાવવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આદિપુરુષના નવા પોસ્ટરમાં ભગવાન રામને હિંદુ ધર્મગ્રંથ રામચરિતમાનસમાં ઉલ્લેખિત કુદરતી ભાવના અને પ્રકૃતિની વિરુદ્ધ પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે. એક અહેવાલ અનુસાર, ફરિયાદીએ એવો પણ દાવો કર્યો છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'માં નવું પોસ્ટર બનાવ્યું, રામાયણના તમામ પાત્રોએ જનોઈ પહેરી નથી જેનું હિન્દુ સનાતની ધર્મમાં વિશેષ મહત્વ છે.


પોસ્ટરમાં માતા સીતાના પાત્રમાં કૃતિ સિંદૂર વગર જોવા મળી રહી છે. તેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પોસ્ટરમાં કૃતિને અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે નિર્માતાઓ અને કલાકારોએ સનાતન ધર્મનું અપમાન કરવા જાણી જોઈને આવું કર્યું છે. આ અત્યંત નિંદનીય છે અને જો ભવિષ્યમાં આવું કરવામાં આવે તો દેશના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા સામે ખતરો ઉભો થઈ શકે છે. આ ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ નોંધવામાં આવી છે.


જણાવી દઈએ કે 'આદિપુરુષ'ના નિર્માતાઓએ રામ નવમીના શુભ અવસર પર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં પ્રભાસ અને સની ધનુષ અને તીર સાથે બખ્તર અને ધોતી પહેરેલા જોવા મળે છે. માતા સીતાની ભૂમિકામાં, કૃતિએ માથું ઢાંકીને સાદી સાડી પહેરી છે.
​​​​​​​

આ પહેલા પણ સૈફના રાવણના લુક સામે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ મેકર્સે ફિલ્મમાં ફેરફાર કરવા પડ્યા હતા. 'આદિપુરુષ' 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનાર છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application