મોરબીના વીસીપરામાં રોડ પર પાણી ઢોળવા મુદ્દે પાડોશી મહિલાઓ વચ્ચે મારામારી

  • December 01, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના વીસીપરામાં રોડ પર પાણી ઢોળવાના મુદ્દે પાડોશી મહિલાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી બાદમાં બે મહિલાઓએ પરિણીતાને ગાળો આપી પથ્થરો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે


મોરબીના વીસીપરા અમરેલી રોડ અંબાજી ટાઉનશીપ ખાતે રહેતા ૨૮ વર્ષીય વર્ષાબેન દલપતભાઈ મકવાણાએ આરોપી પાડોશી વિલાસબેન પાર્થભાઈ સોની તથા મુન્નીબેન બાબુભાઈ રાજપૂત વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૨૯ના રોજ બન્ને આરોપીઓ પોતાના ઘરની બહારનો ભાગ પાણીથી ધોતા તે પાણી વર્ષાબેનની શેરીમાં આર.સી.સી (સિમેન્ટ) ના રોડ પર વહેતુ થતા વર્ષાબેને વિલાસબેનને તેમજ મુન્નીબેનને કહેલ કે, તમો બન્ને ઘરની આગળનો ભાગ ધોઈ પાણીશેરીમાં નાખો છો જે સારી વાત નથી છોકરાઓ લપસી જશે
​​​​​​​
તેમ કહેતા આ વિલાસબેન તથા મુન્નીબેન વર્ષાબેન સાથે ઝગડો કરવા લાગેલ અને બન્ને વર્ષાબેનને ગાળો બોલવા લાગેલ અને શેરી ક્યા તમારા બાપની છે તેમ કહી વર્ષાબેનને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી પથ્થરો માર્યા હતા. જેથી વર્ષાબેનને ડાબા હાથે કલાઈથી ઉપરના ભાગે લાગતા ઈજા થતા લોહી નીકળ્યું હતું.એ સમયે બન્ને આરોપીઓએ વર્ષાબેનને ગાળો આપીને હવે પછી જો પાણી બાબતે ક્યારેય કાંઈ કીધુ છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application