ફેને ટાઈગર શ્રોફને પત્ર લખી 'બાગી 4' ન કરવાની આપી સલાહ, તો અભિનેતાનું ચોકાવનારું રીએક્શન આવ્યું સામે

  • July 04, 2023 07:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફેન્સ ટાઈગર શ્રોફને ખૂબ પસંદ કરે છે. આવી સ્થિતિમાં ચાહકો તેની દરેક ફિલ્મ પર નજર રાખે છે. હવે જ્યારે તેના એક ચાહકે ટાઇગરને બાગી 4 કરવા વિશે સાંભળ્યું તો તેણે પત્ર લખ્યો. જેમાં તેણે ટાઇગરને બાગી 4 કરવાની ના પાડી હતી. આ સાથે ફેન્સે ટાઇગરને યોગ્ય ફિલ્મો પસંદ કરવાની સલાહ પણ આપી હતી. ખાસ વાત એ છે કે ટાઈગરે તેના ફેન્સનો મેસેજ પણ વાંચ્યો અને તેને જવાબ પણ આપ્યો.


ચાહકે તેના ફેવરિટ એક્ટર ટાઈગરને સમજાવતો અને ચેતવણી આપતા પત્ર લખ્યો, 'ડિયર ટાઈગર, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ સાથેના છેલ્લા બે પ્રોજેક્ટ્સને લઈને તને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. હવે તમે તેની સાથે ફરીથી કામ કરવા માંગો છો તે પણ બાગી 4. તમારે આ ન કરવું જોઈએ...આ ખૂબ જ નિરાશાજનક છે અને હું કહીશ કે આ એક મૂર્ખતા છે. તમને ગણપત અને બડે મિયાં છોટે મિયાં તરફથી વખાણ મળશે પણ પછી બાગી 4 કરીને બધું બગડશે.'


પ્રશંસકે આ પત્રમાં આગળ લખ્યું, 'હીરોપંતી 2 દરમિયાન તમારા ચાહકોને ઘણી આશાઓ હતી, પરંતુ પછી ટ્રેલર જોયા પછી, અમારી અપેક્ષાઓ ઓછી થઈ ગઈ અને ફિલ્મ રિલીઝ થયા પછી, નિરાશા. હવે તમે ફરી એ જ ભૂલ કરવાના છો. જ્યારે તમે ગણપત અને બડે મિયાં છોટે મિયાંની પસંદગી કરી ત્યારે અમે બધા ખૂબ જ ખુશ હતા કે તમે સારા દિગ્દર્શકો સાથે કામ કરવા જઈ રહ્યા છો પરંતુ પછી જ્યારે તમને બાગી 4 કરવાનો સંકેત મળ્યો ત્યારે તમારા ચાહકોનું દિલ તૂટી ગયું.'


ફેન ખુશીની આ પોસ્ટનો જવાબ આપતા ટાઇગરે લખ્યું, 'હાય, તમારી સલાહ અને મારા વિશે ચિંતા કરવા બદલ આભાર. ચિંતા કરશો નહીં હું તમને ફરીથી ગર્વની લાગણી અપાવીશ. તમારા શબ્દો મારા મનમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application