રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળી, કુલ 20.47 કરોડના કામોને બહાલી અપાઈ 

  • July 20, 2023 04:03 PM 


કામ બરાબર નહીં કરનાર એક એજન્સી ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ: ડિપોઝીટ જપ્ત




રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજે મળેલી બેઠકમાં 20.47 કરોડના જુદા જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.



ચેરમેન સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી સમિતિની આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં આવેલા રેસ્ટ હાઉસના આધુનિકરણ અને રીનોવેશન માટે રૂપિયા 25 લાખ ફાળવવામાં આવ્યા છે. આ કામગીરી માટે ટેન્ડર માગવામાં આવ્યું હતું તે 26.28 લાખનું હતું પરંતુ આજની બેઠકમાં 25 લાખનો જ ખર્ચ મંજૂર કરાશે તેવું સ્પષ્ટ જણાવી દેવાયું હતું.




એસઓઆર કરતાં પણ નીચા ભાવે ટેન્ડર ભરીને લોએસ્ટ ટેન્ડર તરીકે કામ મેળવ્યા પછી ગુણવત્તાના મામલે ઘણી બાંધછોડ થતી હોવાના મામલે બાબતે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુણવત્તા સાથે કોઈ પ્રકારની સમજુતી કરવામાં આવશે તો તે માટે અધિકારીઓ અને ઇજનેરો જવાબદાર રહેશે.




જસદણ તાલુકાના મોટી લાખાવાડ નિનામા રોડ પર બ્રીજ બાંધવાનું કામ પોણા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે રુદ્રાક્ષ ઇનફાસ્ટ્રક્ચરને આપવામાં આવ્યું હતું. પરંતુ કામ સંતોષકારક ન જણાતા આ એજન્સીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને આ કામ પેટે તેણે ભરેલી 10% ડિપોઝિટ ની રકમ જપ્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application