વ્હીસ્કીની ત્રણ બોટલમાં છુપાવ્યું હતું ૩૮ કરોડનું ડ્રગ્સ, યુવતીની દિલ્હી એરપોર્ટથી થઇ અટકાયત

  • June 22, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી એરપોર્ટ પરથી પકડાઈ વિદેશી મહિલા

 ગયા અઠવાડિયે પણ પકડાયું હતું 13 કરોડનું ડ્રગ્સ


દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધુ એક વખત કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. કેન્યાની એક મહિલાની દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 38 કરોડ રૂપિયાના કોકેઈનની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે વ્હિસ્કીની બોટલમાં છુપાવીને કોકેઈન લઈ જતી હતી. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કેમહિલા 19 જૂને નવી દિલ્હી પહોચી હતી. અહીં એરપોર્ટ પર ઉતર્યા બાદ શંકાના આધારે તેને રોકીને તલાશી લેતા તેની પાસેથી કોકેઈન ભરેલી વ્હીસ્કીની ત્રણ બોટલ મળી આવી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી 2.5 કિલો કોકેઈન મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન એવું જણાવવામાં આવ્યું હતું કે જે બેગમાં વ્હિસ્કી મળી હતી તે નૈરોબીની એક મહિલા મુસાફરને આપવામાં આવી હતી, જે દિલ્હીમાં કોઈને આપવાની હતી. અધિકારીએ કહ્યું કે હાલમાં મહિલા મુસાફરની ધરપકડ કરીને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીને મંગળવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

​​​​​​​

ગયા અઠવાડિયે પણ દિલ્હી એરપોર્ટ પર 13 કરોડ રૂપિયાના કોકેઈનની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 25 વર્ષની મહિલા વ્હિસ્કીની બે બોટલમાં કોકેઈન લાવી હતી. કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને અદીસ અબાબા (ઇથોપિયા)થી આવ્યા બાદ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી વ્હિસ્કીની બે બોટલ મળી આવી હતી, જેમાં લગભગ 13 કરોડની કિંમતનું કોકેઈન ભેળવવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ બે બોટલ નૈરોબી એરપોર્ટ પર તેમને સોંપવામાં આવી હતી. તેણે આ બોટલો દિલ્હીમાં એક વ્યક્તિને પહોંચાડવાની હતી. હાલ મહિલાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

અન્ય કેસમાં સત્તાવાળાઓએ એરપોર્ટ પર કામ કરતી ખાનગી એજન્સીઓના બે ગ્રાઉન્ડ સ્ટાફ સામે રૂ. 2.42 કરોડના સોનાની દાણચોરીના બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. કસ્ટમ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બે વ્યક્તિઓ પાસેથી 2.42 કરોડ રૂપિયાની કિંમતનું 4.63 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application