ઘેલા સોમનાથ માટે કલેકટર તંત્ર દ્વારા દાનની અપીલ અને તેમાં પણ અપસેટ પ્રાઈઝ

  • July 07, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલ શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટનો તમામ વહીવટ સરકાર હસ્તક છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિર માટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં દાનની અપીલ કરાતા અને તેમાં પણ અપસેટ પ્રાઇસ રાખવામાં આવતા ભાવિકોમાં આશ્ચર્યની લાગણી જન્મી છે.
​​​​​​​
ઘેલા સોમનાથ મંદિરના વિકાસ અને ભાવિકોની સુવિધા માટે અહીં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અંદાજે રૂપિયા ૬ કરોડથી વધુ રકમના વિકાસના કામો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૦ કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.
શ્રાવણ માસમાં દર સોમવાર, સાતમ આઠમ તથા અમાસના દિવસે ૨૦ થી ૨૫ હજાર શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે પધારે છે તેમજ અન્ય દિવસોમાં પ થી ૭ હજાર શ્રદ્ધાળુ દર્શને આવે છે. જે તમામ શ્રદ્ધાળુઓને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.જે પ્રસાદ બોક્સના માધ્યમથી દાતા કે ફર્મની જાહેરાત બહોળા પ્રમાણમાં થઈ શકે તે માટે ઇચ્છુક દાતાઓને પોતાની કંપની-ફર્મની જાહેરાત સાથે ઘેલા સોમનાથ દાદાની સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ માટે દાનની અપસેટ રકમ ‚ા. ૨,૦૧,૦૦૦ રાખવામાં આવેલ હોવાનું ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર બી.એચ.કાછડીયા અને સભ્ય સચિવ- જસદણના મામલતદારે જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application