હાય... હાય...! 'એનિમલ'માં રણબીર-બોબીએ ન કરવાનું કર્યું, શું તમે જોયું?

  • December 14, 2023 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંદીપ રેડ્ડી વાંગાની લેટેસ્ટ ડિરેક્શનલ ફિલ્મ 'એનિમલ' દેશ અને દુનિયાના થિયેટરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ સહિત તમામ કલાકારોની જોરદાર એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ ફિલ્મમાં ભરપૂર એક્શન છે, ઈમોશન છે, રોમાન્સ છે અને ઈન્ટીમેટ સીન્સ પણ છે. જો કે, ફિલ્મ કેટલાક કટ સાથે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં રણબીર કપૂર અને બોબી દેઓલના કિસિંગ સીન પણ કટ કરવામાં આવ્યા હતા. પરંતુ ફિલ્મ ઓટીટી પર અનકટ રીલીઝ થશે.


ફિલ્મ 'એનિમલ' લોકોના દિલ અને બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. જ્યાં આ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે, તો બોબી દેઓલના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોબીએ એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર પોતાના એક્સપ્રેશનથી બધાને દિવાના બનાવી દીધા હતા. ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર કપૂરના કિસિંગ સીન પણ હતા. પરંતુ તેને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા થિયેટર રિલીઝમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને હવે અપડેટ એ છે કે કાઢી નાખવામાં આવેલ કિસિંગ સીન ઓટીટી પર જોવા મળશે.


અહેવાલો અનુસાર, એક ઈન્ટરવ્યુમાં બોબી દેઓલે ખુલાસો કર્યો, "આ બે ભાઈઓ છે, તેઓ એકબીજાને મારવા માંગે છે, પરંતુ તેઓને એકબીજા માટે પ્રેમ પણ છે. આ ક્લાઈમેક્સ સિક્વન્સ છે. બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે, જે પ્રેમ વિશે છે.'' બોબીએ વધુમાં જણાવ્યું હતું કે તેનો રણબીર કપૂર સાથે કિસિંગ સીન છે, પરંતુ તે થિયેટર રિલીઝમાં કાપવામાં આવ્યો હતો અને તે નેટફ્લીક્સ રિલીઝનો ભાગ હોઈ શકે છે. બોબી કહે છે, "તે બન્ને લડી રહ્યા છે અને અચાનક તે રણબીરને કિસ કરે છે, અને પછી પણ હાર ન માનતા તે મને મારી નાખે છે. પરંતુ તેઓએ કિસિંગ સીન દૂર કર્યા છે. મને લાગે છે કે તે અનકટ નેટફ્લીક્સ વર્ઝન પર આવી શકે છે."


ઓટીટી પ્લેટફોર્મ પર અનકટ વર્ઝનમાં ‘એનિમલ’ રિલીઝ થવાના સમાચારે ફેન્સની આતુરતા ઘણી વધારી દીધી છે. એવા અહેવાલો છે કે 'એનિમલ' નેટફ્લીક્સ પર આવતા મહિને ૧૪ અથવા ૧૫મી જાન્યુઆરીએ રિલીઝ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application